• Gujarati News
  • National
  • 24 દિવસમાં ઝાડા ઊલટીના 408 અને કમળાના 160 કેસ

24 દિવસમાં ઝાડા-ઊલટીના 408 અને કમળાના 160 કેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેરમાં ચાલુ વર્ષના પ્રારંભથી પાણીજન્ય રોગચાળો માઝા મૂકી રહ્યો છે. 24 ફેબ્રુઆરીસુધીમાં ઝાડા-ઊલટીના 408, કમળાના 160, ટાઈફોઈડના 166 કેસ નોંધાયો છે. હેલ્થ વિભાગ રોગચાળો અંકુશમાં હોવાનો દાવો કરે છે.

408
ઝાડા-ઊલટી

હેલ્થ અને એન્જિનિયરિંગ વિભાગ વચ્ચે સંકલનના અભાવે પાણીજન્ય બીમારીઓ ઝાડાઊલટી, કમળો અને ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. પાણી અને ડ્રેનેજ લાઈનોમાં લીકેજના કારણે પાણીમાં પ્રદૂષણની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો હતો અને પાણીમાં પોલ્યુશનની ફરિયાદો અંગે રજૂઆતો કરવા છતાં તેનો સમયસર નિકાલ થતો નથી.

સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસામાં જોવા મળતા પાણીજન્ય રોગચાળાએ શિયાળામાં માથુ ઊંચક્યું છે અને દર્દીઓ ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

બીજી તરફ મધ્ય-ઉત્તર ઝોનમાં પાણી અને ડ્રેનેજની લાઈનોમાં લીકેજની વ્યાપક ફરિયાદો જોવા મળે છે. જેના કારણે ઝાડાઊલટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

166
ટાઈફોઈડ

160
કમળો

35
મેલેરિયા

21
ડેન્ગ્યુ

06 ફાલ્સીપારમ

અન્ય સમાચારો પણ છે...