તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિફ્ટી 8700ની નીચે, રૂપિયો 11 પૈસા મજબૂત

નિફ્ટી 8700ની નીચે, રૂપિયો 11 પૈસા મજબૂત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસઇસેન્સેક્સ 79 પોઇન્ટના ઊંચા ગેપથી ખુલી ઇન્ટ્રા-ડે 139 પોઇન્ટ વધી 28432.74 પોઇન્ટે પહોંચ્યો હતો. પરંતુ બપોરે નરમાઇથી ખુલેલા યુરોપિયન શેરબજારોએ સેન્ટિમેન્ટમાં ખાંચરો પાડ્યો હતો. તેના કારણે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ઊંચા મથાળેથી 209 પોઇન્ટ ગગડ્યો હતો. છેલ્લે જોકે, 70.58 પોઇન્ટની નરમાઇ સાથે 28223.70 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 8700 પોઇન્ટની સાયકોલોજિકલ અને ટેકાની સપાટી તોડી નીચામાં 8690.50 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 8706.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે 16.65 પોઇન્ટનો ઘટાડો સૂચવે છે.

દરમિયાનમાં ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધ 11 પૈસાના સુધારા સાથે 66.50ની સપાટીએ બંધ રહ્યો હતો. તેના કારણે આઇટી અને ટેકનોલોજી સેક્ટરના ટોચના શેર્સ ઉપર પોઝિટિવ અસર જોવા મળી હતી. ખાસ કરીને ટીસીએસ 1.24 ટકા વધી રૂ. 2430.70, વીપ્રો 1.17 ટકા વધી રૂ. 484.40 અને ઇન્ફોસિસ 0.46 ટકા વધી રૂ. 1040.45ની સપાટીએ રહ્યા હતા.

ગુરુવારે એફએન્ડઓ એક્સપાયરી અને ત્યારપછી આરબીઆઇની અતિ મહત્વની વ્યાજદરની બેઠક પૂર્વે માર્કેટમાં સપ્ટેમ્બર એન્ડ અથડાયેલો રહેવાની ધારણા મોટાભાગના નિષ્ણાતો સેવી રહ્યા છે.ટેકનિકલ નિષ્ણાતો પણ માર્કેટમાં નરમાઇનો ટ્રેન્ડ રહેવાની ધારણા રાખી રહ્યા છે.

સેન્સેક્સ પેકની 30 પૈકી 18 સ્ક્રીપ્સ ઘટીને બંધ રહી હતી. તે પૈકી અદાણી પોર્ટ્સ 2.20 ટકા, ભારતી 2.01 ટકા, લાર્સન બે ટકા, ઓએનજીસી 1.20 ટકા, એક્સિસ 1.19 ટકા, ગેઇલ 1.09 ટકા અન સ્ટેટ બેન્ક 1.07 ટકા તૂટ્યા હતા. જોકે, લ્યુપિન 1.26 ટકા, ટીસીએસ 1.24 ટકા, વીપ્રો 1.17 ટકા અને એશિયન પેઇન્ટ 1.14 ટકા સુધર્યા હતા. બીએસઇ ખાતે ટ્રેડેડ 2899 પૈકી 1229 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1454 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ શોર્ટટર્મ માટે અથડાઇ ગયું છે. કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, ઓઇલ સેક્ટરમાં પ્રોફીટ બુકિંગનું પ્રેશર રહ્યું હતું.

યુરોપ વર્સસ એશિયાની સ્થિતિ, બીએસઇની 21 સ્ક્રિપ્સ સામે સસ્પેન્શન

IT સેકન્ડ કેડરમાં સુધારો

કંપનીબંધ સુધારો

ઝેનટેક 82.406.60

ડીલિન્ક90.854.85

RSસોફ્ટ 75.053.66

ટેકસોલ્યુ 168.153.16

એમ્ફેસિસ543.001.82

સ્મોલકેપ સુધારાની ચાલ

કંપનીબંધ સુધારો

વીવીમેડ 102.6519.99

વીશ્નુ305.0019.98

પાયો.ડિસ્ટ. 208.0519.98

એસડીબીએલ207.9019.69

ગ્લોબસ104.6019.34

NSE ઇમર્જ પ્લેટફોર્મ ખાતે બે કંપની લિસ્ટેડ

એનએસઇ ખાતે બે કંપનીઓ હ્યુસિસ કન્સ્લટીંગ અને ક્રાઉન લિફ્ટર્સ લિસ્ટેડ થઇ હતી. જ્યારે બીએસઇ ખાતે રાધિકા જ્વેલટેક લિસ્ટેડ થઇ હતા. તે જોતાં અત્યારસુધીમાં એનએસઇ ખાતે કુલ 232 કરોડના એસએમઇ આઇપીઓ યોજાયા છે. જ્યારે બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 153ની થઇ છે.

યુરોપિયન શેરબજારો |સાર્વત્રિક નરમાઇની ચાલ રહી હતી. જ્યારે એશિયાઇ શેરબજારોમાં તાઇવાનને બાદ કરતાં સાર્વત્રિક સુધારાની ચાલ રહી હતી. નિક્કેઇ 139 પોઇન્ટ, હેંગસેંગ 254 પોઇન્ટ અને સાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 17 પોઇન્ટ સુધર્યા હતા. સામે ડેક્સ 89 પોઇન્ટ, સીએસી 24 પોઇન્ટ અને એફટીએસઇ 18 પોઇન્ટ નીચે મુકાતા હતા.

21સ્ક્રીપ્સમાં સસ્પેન્શન |બીએસઇ ખાતે 21 કંપનીઓને તા. 18 ઓક્ટોબરથી લિસ્ટિંગ નોર્મ્સના પાલન નહિં કરવાના મુદ્દે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમાં આર્યા ગ્લોબલ શેર્સ, ભાગ્યોદય ઇન્ફ્રા., ઇન્ટેગ્રા એક્રોપેટાલ, બ્રોડકાસ્ટ ઇનિશિયેટિવ, ફેકોર સ્ટીલ, એફઇ ઇન્ડિયા, પેરામાઉન્ટ પ્રિન્ટ, તિરુપતી ઇન્ક્સ અને સિનર્જી કોસ્મેટિક્સ, જીઇઆઇ ઇન્ડ., કેડીજે હોલિડેઝ, ક્યારા લેન્ડસ્કેપ્સ, લોક હાઉસિંગ, લ્યુમેક્સ ઓટો, મેગ્ના ઇન્ડ, રાજધાની લિઝિંગ, રત્નમણી એગ્રો, નો સમાવેશ થાય છે.

સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધ્યા મથાળેથી 209 પોઇન્ટ ગગડ્યો, આઇટી શેર્સમાં જોવાયું આકર્ષણ

અન્ય સમાચારો પણ છે...