તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેશમાં રૂનું ઉત્પાદન નજીવું ઘટી 336 લાખ ગાંસડી રહેવા અંદાજ : CAI

દેશમાં રૂનું ઉત્પાદન નજીવું ઘટી 336 લાખ ગાંસડી રહેવા અંદાજ : CAI

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંકપાસના વાવેતર વિસ્તારમાં સરેરાશ 7 ટકાનો ઘટાડો થવા સામે નવી સિઝનમાં ઉત્પાદન નજીવું ઘટીને 336 લાખ ગાંસડી આસપાસ રહેશે તેવો અંદાજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ મુક્યો છે. દેશમાં કપાસનું કુલ વાવેતર 102.55 (115.98) લાખ હેક્ટરમાં રહ્યું છે. અંતીમ વરસાદના કારણે પાકને ફાયદો થતા ઉત્પાદનમાં મોટો ઘટાડો નકારાઇ રહ્યો છે.

ઉત્પાદન સામે વપરાશમાં વૃદ્ધિ નથી ઉલટું ભારતીય માલોના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉંચા હોવાથી નિકાસ વેપારોની સામે આયાતમાં વૃદ્ધિ થાય તેવા અંદાજો છે. આગામી નવી સિઝનમાં દેશમાં 18-20 લાખ ગાંસડીની આયાતનો અંદાજ છે. જેની સામે નિકાસ વેપારો ઘટીને 60 લાખ ગાંસડી અંદર રહી જાય તો નવાઇ નહિં. ગુજરાતમાં વાવેતર 13 ટકા ઘટીને માત્ર 24.05 (27.61) લાખ હેક્ટરમાં નોંધાયું છે વાવેતર ઘટવા સાથે ઉત્પાદન પણ 7.76 ટકા ઘટીને 84 લાખ ગાંસડી આસપાસ રહી જશે તેવો સરકારે અંદાજ મુક્યો છે. જ્યારે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મતે ઉત્પાદન 88 લાખ ગાંસડી જળવાઇ રહેશે તેવો દર્શાવ્યો છે. શરૂઆતનો સ્ટોક ઘટીને 44 લાખ ગાંસડી રહેવા સાથે ઉત્પાદન 336 લાખ ગાંસડીને ધ્યાનમાં લેતા કુલ ઉપલબ્ધિ 380 લાખ ગાંસડી રહે છે જેની સામે મિલોની માગ 309 લાખ ગાંસડી છે. નિકાસ અને આયાત કેટલી રહે છે તેના પર ભાવનું લેવલ નિર્ભર બનશે.

રાજ્ય મુજબ પાકની સ્થિતી

અન્ય સમાચારો પણ છે...