તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વૃદ્ધાને નકલી બંગડી આપી 1.30 લાખના દાગીના ઠગ્યા

વૃદ્ધાને નકલી બંગડી આપી 1.30 લાખના દાગીના ઠગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડાવિસ્તારમાં ખારીકટ કેનાલ રોડ પર આદિશ્વર પોલીસ ચોકી પાસે 65 વર્ષનાં વૃદ્ધાને શુક્રવારે સાંજે ગઠિયા નકલી બંગડીઓ આપીને અસલી દાગીના રૂ.1.30 લાખના લઈ ફરાર થઈ ગયા હતા. ગઠિયાઓએ વૃદ્ધાને કપડાંમાં લપેટેલું રૂ. એક હજારની ચલણી નોટોનું બંડલ પણ આપ્યું પણ તેમાંથી કાગળો નીકળ્યા હતા. વૃદ્ધાએ નરોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા પુરુષ,સ્ત્રી અને કિશોર સામે ફરિયાદ નોંધાવી છે.

નવા નરોડા વિસ્તારમાં સેન્ટમેરી સ્કૂલ પાસે મૂનલાઈટ પાર્કમાં રહેતાં અરવિંદાબહેન જયંતીલાલ મોદી (ઉં.65) શુક્રવારે સાંજે શાકભાજી લેવા માટે ખારીકટ કેનાલ રોડ પર ગયાં હતાં. તે સમયે એક અજાણ્યા વ્યક્તિએ તેમની સાથે વાતચીત શરૂ કરી તે સમયે એક અજાણી સ્ત્રી ત્યાં આવીને ઊભી રહી હતી. દરમિયાનમાં એક 10 વર્ષના કિશોર અરવિંદાબહેન પાસે આવ્યો હતો. કિશોરે મને શેઠે કાઢી મૂક્યો છે પણ હું ઓફિસમાંથી બંડલ લઈ આવ્યો છું તેમાં શું છે મને ખબર નથી પણ તમે મારી મદદ કરો તેમ જણાવતાં અજાણ્યા વ્યક્તિએ કિશોરને રૂ. હજારની નોટ આપી બંડલ લઈ લીધું હતું.

તે અજાણી વ્યક્તિએ અરવિંદાબહેનને જણાવ્યું કે, ‘તમે તમારા દાગીના પોટલીમાં મૂકી દો પછી બંડલમાં શું છે તે આપણે જોઈએ’ અરવિંદાબહેને સોનાના રૂ.1.30 લાખના દાગીના પોટલીમાં મૂક્યા હતા. તે પછી અજાણી વ્યક્તિ અને સ્ત્રી અરવિંદાબહેનને દાગીનાની પોટલી અને બંડલ આપીને જતા રહ્યા હતા. અરવિંદાબહેને ઘરે જઈને જોયું પોટલીમાં નકલી દાગીના અને બંડલમાંથી કાગળો નીકળ્યા હતા. આખરે તેઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રીતે વૃદ્ધો અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવીને રોકડ તેમજ દાગીનાની ચોરી તેમજ ઊઠાંતરી કરવાની ઘટનાઓ વધી રહી છે.

નરોડા આદિશ્વર ચોકી પાસેની ઘટના

અન્ય સમાચારો પણ છે...