તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજદ્રોહના કેસમાં હાર્દિકની જામીન અંગે આજે સુનાવણી

રાજદ્રોહના કેસમાં હાર્દિકની જામીન અંગે આજે સુનાવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારને ઊથલાવી દેવાના કાવતરામાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર સહિતના ચારેય આરોપીઓની જામીન અરજી પર છેલ્લી ચાર મુદતથી ક્રાઇમ બ્રાન્ચ સોંગદનામું કરવા માટે સમયની માગ કરી રહી છે. ત્યારે આવતીકાલે કેસના ખાસ સરકારી વકીલે આગામી મુદતે સાેંગદનામું કરવા કોર્ટમાં રજૂઆત કરી હતી. જેથી આવતીકાલે ક્રાઇમ બ્રાન્ચ સોંગદનામું રજૂ કરે તો ચારેય આરોપીઓની જામીન અરજી પર સુનાવણી યોજાશે.

પાટીદાર સમાજને અનામતનો લાભ મળવાનો નથી તેવું જાણવા હોવા છતાં પાટીદાર આંદોલન આગળ ધપાવનારા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલની રાજદ્રોહની કલમ હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ફોજદારી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

ચાર્જશીટ બાદ ચારેય આરોપીઓ કાયમી જામીન મેળવવા માટે તબક્કાવાર અરજી કરી હતી. ત્યારબાદ જામીન અરજીની સુનાવણીમાં ક્રાઇમ બ્રાન્ચે સોંગદનામું કોર્ટમાં રજૂ કરવા માટે સમયની માગ કરી હતી. દરમિયાન રાજદ્રોહના કેસની સુનાવણી યોજવા માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની નિમણૂક કરી હતી. ખાસ સરકારી વકીલે 23મી ફેબ્રુઆરીએ કાયમી જામીન અરજીની સુનાવણીમાં હાજર થઇ ક્રાઇમ બ્રાન્ચ વતી સોંગદનામું રજૂ કરવાની કોર્ટને મૌખિક ખાતરી આપી હતી.

જેના પગલે આવતીકાલે હાર્દિક સહિતના ચારેય આરોપીઓની કાયમી જામીન અરજી પર સુનાવણી યોજાશે

ક્રાઇમ બ્રાન્ચ આજે સોંગદનામું રજૂ કરશે

અન્ય સમાચારો પણ છે...