તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિવાનંદ આશ્રમ ખાતે આજથી ભાગવત સપ્તાહ

શિવાનંદ આશ્રમ ખાતે આજથી ભાગવત સપ્તાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
NCCના નવા ડીજી તરીકે સુભાષ શરન

ગુજરાત BSFના IG તરીકે અજય તોમર

અમદાવાદ |મેજર જનરલ સંજીવ શુકલા વિશિષ્ટ સેવા મેડલ એડિશનલ ડાયરેકટર જનરલ એનસીસીનો કાર્યભાર 29 ફેબ્રુઆરીથી મેજર જનરલ સુભાષ શરનને સોંપાયો. ભારતીય સેનામાં 37 વર્ષની સેવા અપ્યા બાદ મેજર જનરલ સંજીવ શુકલા 29 ફેબ્રુઆરીના રોજ સેવાનિવૃત્ત થઇ રહ્યાં છે. મેજર જનરલ સુભાષ શરને 1982માં આર્ટિલરીમાં કમિશન પામ્યા અને તેઓએ એક ઇન્ફેટ્રી બ્રિગ્રેડને કમાન્ડ કરી હતી.

અમદાવાદ |બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ફ્રન્ટિયર ગુજરાતના ઇન્સ્પેકટર જનરલ સંતોષ મહેરાની જગ્યાએ અજયકુમાર તોમર તા. 10 ફેબ્રુઆરીથી કાર્યભાળ સંભાળ્યો છે. આઇપીએસ અજય તોમર ગુજરાત કેડરના અધિકારી છે. તેઓએ તા. 22થી 25 ફેબ્રુઆરી દરમિયાન ભુજ, ગાંધીનગર અને બાડમેરની બોડરની મુલાકાત લીધી હતી અને હરામી નાલામાંથી પકડવામાં આવેલી પાકિસ્તાની માછીમારી કરતી બોટની માહિતી લીધી હતી.

અમદાવાદ |સેટેલાઈટ વિસ્તારમાં ભાવનિર્ઝર પાસે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે 29 ફેબ્રુઆરી ને સોમવારથી પૂ. શ્રીમત્ સ્વામી આધ્યાત્માનંદજી મહારાજની વ્યાસપીઠે પવિત્ર ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન થઈ રહ્યું છે. સોમવારે બપોરે 3.30 કલાકે શિવાનંદ આશ્રમના સંતનિવાસથી પોથીયાત્રા નિકળશે. ઉપરાંત દરરોજે બપોરે 3.30થી 7 વાગ્યા સુધી કથા શ્રવણ થશે અને રવિવાર, 6 માર્ચના રોજ કથાની પૂર્ણાહૂતિ થશે.

અન્ય સમાચારો પણ છે...