તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘માનો ખોળો છે હૂંફાળો, સુખનો જયાં કાયમ સરવાળો, ખોળે એક

‘માનો ખોળો છે હૂંફાળો, સુખનો જયાં કાયમ સરવાળો, ખોળે એક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘માનો ખોળો છે હૂંફાળો, સુખનો જયાં કાયમ સરવાળો, ખોળે એક મોસમ ‘મમતા’, ના શિયાળો, ના ઉનાળો...’અમદાવાદ અને વડોદરાની બે મહિલાએ ‘ભીતરનો નાદ’ સાંભળી પાલડી શિશુ ગૃહની બે બાળકીને વિશ્વની સૌથી અમૂલ્ય ભેટ ‘મા’ આવી છે. સાથે બે અનાથ બાળકીને ‘મા’નો ખોળો અને નવો અવતાર તેમજ નવી ઓળખ મળી છે. અમદાવાદની એક મહિલાએ એક વર્ષની નેવિલાને અને વડોદરાના મનીષાબહેન સોલંકીએ નવ મહિનાની એકતાને દત્તક લીધી છે. મિશનરી ઓફ ચેરિટી સંસ્થા બંધ થતા બંન્ને બાળકીને પાલડી શિશુ ગૃહમાં લાવવામાં આવી હતી. પાલડી શિશુ ગૃહના સેક્રેટરી દર્શન વ્યાસના જણાવ્યા અનુસાર, જરૂરી વિધિ પૂરી કર્યા પછી ત્રીજી માર્ચે નેવિલા અને એકતાનું ‘માતા યશોદા’ સાથે મિલન થશે. પ્રસંગે સુંદર ગુજરાતી પંકિતઓ યાદ આવેે છે, ‘પ્યાર કરી લે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી ? ωગોતી લે જે , ગોતી લે જે, ભીતર છે કયાંય બહાર નથી.’ અર્થાત્ અંતરના સાચા પોકારથી બે દીકરીને એક નવો સંસાર મળી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...