તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શૂરવીર મિત્રતાની યાદ અપાવતી આંબરડીની વિહાળબાપુની જગ્યા

શૂરવીર મિત્રતાની યાદ અપાવતી આંબરડીની વિહાળબાપુની જગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડમાંઅનેક શૂરવીરોએ પોતાની માન મર્યાદા ખાતર અને વતન કાજે શહીદી વ્હોરી છે. ત્યારે મૂળીના આંબરડી ગામે મિત્રતા કાજે એક સાથે બાર ભાઈબંધોએ અંગ્રેજો સામે ઝૂંકવાના શપથ લઇ શહીદી વ્હોરી હતી. અને બારેય ભાઈબંધોનાં આજે વર્ષો બાદ પણ લોકો તેની ખુમારી અને બહાદુરીની પ્રશંસા કરતા લોકો થાકતા નથી.

મૂળી તાલુકાનાં આંબરડી ગામે 400 વર્ષ પહેલા વિહળભા, લક્ષ્મણભા, રઘુભા, કેશવગર સહિત 12 ભાઈબંધોના ખોળીયા અલગ અને જીવ એક હોય તેમ ક્યારેય એકબીજાથી અલગ પડતા હતાં. ત્યારે અંગેની જાણ અમદાવાદના સુલતાન નામના રાજાને થતા તેમણે પોતાની ફોજ લઇ આંબરડી ગામે આવ્યા હતાં. અને વિહળભાઈએ કેમ સલામ ભરી તેમ કહી લડાઇ શરૂકરી હતી. આથી વિહળભા સહિત બારેય મિત્રો તલવાર, ભાલા લઇ તૈયાર થયા અને બારેય યુવાનો મોટા લશ્કરને ત્રણ દિવસ ઝાક ઝીલી હતી. ત્યારે બાદશાહે દારૂગોળાનો ઉપયો કરવાનો આદેશ કરતા બારેય ભાઈબંધો ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. તેમ છતાં એક જગ્યાએ મરવા સમયે ભેગુ થવાનું વચન હોવાથી કપાયેલા હાથ અને માથા એક જગ્યા ભેગા થયા હતાં. અને બારેયે સાથે સાંકળ કરી જીવ ત્યાગ કર્યો હતો.

બનાવને વર્ષો વિતવા છતાં સમગ્ર પંથકમાં મિત્રોની ખુમારી અને શૂરવીરતાની યાદ લોકો ભૂલીયા નથી. અને તેમને યાદ કરી ગુણગાન ગાઇ રહ્યાં છે. બીજી તરફ જે જ્ગયાએ બારેય મિત્રોને અગ્નિદાહ અપાયો હતો ત્યાં વાવ હતી. અને વાવનું પાણી જે લોકો પીતા તે શૂરવીર થતા હતા. આથી બાદશાહે વાવ બૂરાવી દીધી હતી. જ્યારે આંબરડીમાં જે સમયે યુદ્ધ ખેલાયુ તે વખતે પોગનો ટીંબો ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. જે વર્ષો વિતવા છતાં આજે સાયલામાં મોજૂદ છે. અને વિહળભા ચૌર્યાસી વ્રત પાળતા હતા અને અનોખુ ઉદાહરણ પૂરૂ પાડી રહ્યાં છે.

મૂળીના આંબરડીમાં આજેય શૂરવીરનાં પાળીયા યાદ અપાવે છે.} જયદેવગોસ્વામી

સ્થળે બાર ભાઈબંધોએ સાથે જીવવા મરવાના સોગંધ ખાધેલા

અન્ય સમાચારો પણ છે...