તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો 8 વર્ષનો 92 લાખ ટેક્સ બાકી

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો 8 વર્ષનો 92 લાખ ટેક્સ બાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાલહોસ્પિટલ સામે 8 વર્ષ પહેલા શરુ કરાયેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનો આજદિન સુધી મ્યુનિ. કોર્પોરેશનનો ટેક્ષ ભરવામાં આવ્યો નથી. જેથી કોર્પોરેશને બે દિવસ પહેલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને બાકી ટેક્ષનું રૂ.92 લાખનું બીલ પકડાવતા નોટીસ પણ આપી છે કે જો યોગ્ય સમય મર્યાદામાં બીલ ભરવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનનું ગટર-પાણીનું કનેકશન કાપી નાખવામાં આવશે.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને આનંદનગર અને વસ્ત્રાપુર એમ બે નવા પોલીસ સ્ટેશન બનાવાયા હતા. બે દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને રૂ.92 લાખનું ટેક્ષનું બીલ મોકલાતા પોલીસ સ્ટાફ તેમજ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

^દરેક પોલીસ સ્ટેશનનું કોર્પોરેશનનું ટેક્ષ,લેન્ડ લાઈન તેમજ લાઈટનું બીલ પોલીસ કમિશનર કચેરી દ્વારા ભરવામાં આવે છે. મોટા ભાગના બીલો સીધા કમિશનર કચેરીમાં આવે છે જ્યારે અમુક બીલ જે-તે પોલીસ સ્ટેશનમાં જાય છે. > આર.જે.સવાણી,અધિકપોલીસ કમિશનર વહીવટ

બે વખત ટેક્સ ભરવા નોટિસ અપાઈ છે

બધા બિલ કમિશનર કચેરીમાંથી ભરાય છે

કોર્પોરેશનની નોટીસમાં લખવામાં આવ્યુ છે કે તમને અગાઉ બે વખત બીલ ભરી દેવા નોટીસ આપવામાં આવી હતી.તેમ છતાં હજુ સુધી બીલ ભરવામાં આવ્યુ નથી.જેથી જો યોગ્ય સમય મર્યાદામાં બીલ ભરી દેવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનનું ગટર તેમજ પાણીનું કનેકશન કાપી નાખવામાં આવશે.

મ્યુનિ.એ ગટર-પાણીનું કનેકશન કાપવાની ચીમકી આપી

અન્ય સમાચારો પણ છે...