તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાંપ્રવર્તતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરનાં ઠંડા પવનોને કારણે છેલ્લાં કેટલાંક દિવસોથી અમદાવાદ સહિત રાજયમાં ડબલ સિઝન ચાલી રહી છે. પરંતુ, આગામી એક અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પણ વધવાની શકયતા હોવાથી લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાનાં સંકેતો હવામાન વિભાગનાં આંકડાઓ પરથી મળી રહ્યાં છે. શુક્રવારે અમદાવાદ સહિત રાજયનાં 13થી વધુ શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રીને પાર કરી ગયો હતો. તેમજ સમગ્ર રાજયમાં 37.2 ડિગ્રી સાથે વડોદરામાં સોથી વધુ ગરમી નોંધાઇ હતી.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, શહેરમાં કેટલાંક દિવસોથી ગરમીનો પારો 32થી 33 ડિગ્રીની આસપાસ રહેવાં છતાં રાત્રે શરૂ થતાં ઠંડા પવનોને કારણે લોકો ગરમીનો ઓછો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ, ગુરુવારથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી વધીને 35.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.0 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 32 ટકા અને સાંજે 5.30 કલાકે 20 ટકા નોંધાયું હતું. જેને કારણે મહત્તમ તાપમાન વધવા ‌છતાં ગરમીનો ખાસ અનુભ થતો નથી. પરંતુ, આગામી એક અઠવાડિયામાં શહેરમાં ગરમીનો પારો વધીને 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18થી 19 ડિગ્રી પહોંચવાની શકયતા હોવાથી હવે ધીમે ધીમે ગરમીનું જોર વધી શકે છે.

છેલ્લાં ચાર દિવસો દરમિયાન રાજયનાં મોટાભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. પરંતુ, શુક્રવારે અમદાવાદ ઉપરાંત રાજયનાં 13 જેટલાં શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રી પાર કરી ગયો છે. સાથો સાથ લઘુત્તમ તાપમાન પણ વધીને 13થી 21 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. રાજયમાં વધેલાં મહત્તમ તાપમાનમાં અમદાવાદ 35.3, ડીસા- 36.0, ગાંધીનગર- 34.5, વલ્લભ વિધાનગર, કંડલા એરપોર્ટ અને સુરત- 35.4, અમરેલી અને મહુવા- 35.8, કંડલા પોર્ટ- 35.1, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભુજ- 36.3, પોરબંદર- 36.5 તેમજ સમગ્ર રાજયમાં 37.2 ડિગ્રી સાથે વડોદરામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. તેમજ આગામી એક અઠવાડિયામાં ક્રમશ ગરમીનો પારો વધવાની શકયતા હોવાથી કાળઝાળ ગરમી શરુ થવાના સંકેતો હવામાન વિભાગે આપ્યાં છે.

શિવરાત્રિએ પણ ગરમી

સામાન્યરીતે મહાશિવરાત્રિના પર્વ સમયે થોડોક ઠંડીનો ચમકારો રહે છે. પરંતુ વખતે શિવરાત્રિએ પણ ગરમી પડવાની સંભાવના છે.

અમદાવાદમાં અત્યારથી ગરમીની અસર શરૂ

તારીખ મહત્તમ લઘુતમ

27 ફેબ્રુઆરી 35.0 17.0

28 ફેબ્રુઆરી 36.0 18.0

29 ફેબ્રુઆરી 36.0 18.0

2 માર્ચ 37.0 19.0

3 માર્ચ 38.0 19.0

અઠવાડિયામાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચી જશે

અન્ય સમાચારો પણ છે...