તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અડધા અમદાવાદમાં આજે પાણીનો પુરવઠો નહીં મળે

અડધા અમદાવાદમાં આજે પાણીનો પુરવઠો નહીં મળે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાપૂર્વ, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં પાણી પુરવઠો સપ્લાય કરતી કોતરપુર વોટરવર્કસની મુખ્ય ટ્રન્કલાઈનમાં જુદી જુદી જગ્યાએ મરામતના કારણે શનિવારે પાણીનો સપ્લાય બંધ રહેશે. ઉપલબ્ધ જથ્થાને આધારે સાંજે પાણી અપાશે.

કોતરપુરની 1600 મીમી ટ્રન્ક મેઈનમાં ચકુડીયા મહાદેવ મંદિર તરફ જતા રોડમાં લીકેજના રીપેરીંગની કામગીરી, આઈટીઆઈ અન્ડરપાસ પાસે લીકેજ કામગીરી, બાપુનગર ચાર રસ્તા પાસેની નવી નખાયેલી ફીડર લાઈનના જોડાણ તથા ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનના 3 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ફીડર લાઈનમાં ફલોમીટર મૂકવાની કામગીરીના કારણે વીજ પુરવઠો શટ ડાઉન કરવાની જરૂરિયાત હોવાના કારણે આવતીકાલે સવારે પાણી પુરવઠો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...