તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આંગડિયાના માલિકની આંખમાં મરચું નાખી 17.40 લાખની લૂંટ

આંગડિયાના માલિકની આંખમાં મરચું નાખી 17.40 લાખની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકાનીબી. પી. દાવડા સરસ્વતી વિદ્યાલય પાસે શુક્રવારે રાતે પોણા આઠ વાગ્યે બે બાઇક પર આવેલા પાંચ લૂંટારુંએ એક્ટિવા પર જઈ રહેલા પી. એમ. આંગડિયા પેઢીના માલિકને એક્ટિવા પરથી પાડી દીધા બાદ હોકી અને બેટથી ફટકારી, આંખમાં મરચું નાખી ~17.40 લાખ ભરેલો થેલા લૂંટી ગયા હતા.

મીઠીકૂઈ સર્કલ પાસે પી. એમ. આંગડિયા પેઢી ધરાવતા રણજિતસિંહ ડાભી શુક્રવારે પેઢીની ઓફિસમાં દિવસ દરમિયાનના વ્યવહારોનો હિસાબ લગાવી ગલ્લામાં રહેલી ~17.40 લાખની રોકડ એક થેલામાં મૂકી એક્ટિવા પર ઘરે જવા નીકળ્યા હતા. તેઓ બી.પી.દાવડા સરસ્વતી વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર પાર્ક કારની પાછળ છુપાયેલા બે યુવકે સામે આવી તેમની આંખમાં મરચું નાખી પાડી દીધા હતા. દરમિયાન પલ્સર અને પ્લેટીના બાઇક પર આવેલા 3 યુવકે તેમને માર મારી રૂપિયા લૂંટી લીધા હતા.

ધોળકાની બી.પી.દાવડા સરસ્વતી સ્કૂલ પાસેની ઘટના

અન્ય સમાચારો પણ છે...