• Gujarati News
  • લખતરના વિઠ્ઠલાપરા પાસે અકસ્માત થતા ત્રણ લોકો ઘાયલ

લખતરના વિઠ્ઠલાપરા પાસે અકસ્માત થતા ત્રણ લોકો ઘાયલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર |લખતર તાલુકાના વિઠ્ઠલાપરા ગામ પાસે ટ્રકે છોટા હાથીને ટક્કર મારી હતી. બનાવમાં ત્રણ લોકોને ઇજાઓ થતાં લખતર પોલીસ મથકે ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. લખતર તાલુકાના છારદ ગામનાં પ્રવિણભાઈ બચુભાઈ ચૌહાણ અન્ય લોકો છોટા હાથી લઇને જતા હતાં. ત્યારે વિઠ્ઠલાપરા ગામ પાસે પૂરપાટ આવી રહેલા ટ્રકના ચાલકે છોટા હાથી સાથે ભટકાડીને અકસ્માત કર્યો હતો. ત્યારે છોટા હાથીનાં ચાલક પ્રવીણભાઈ સહિત બે લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં પ્રવીણભાઈને ગંભીર ઇજાઓ થતાં અમદાવાદ સારવાર માટે લઇ જવાયા હતાં. બનાવ અંગે પ્રવીણભાઈએ લખતર પોલીસ મથકે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઈ. એમ.જી.ઝાલા ચલાવી રહ્યાં છે.