• Gujarati News
  • National
  • મહેસાણાની મહિલાના દાગીના તફડાવનાર 2 શખ્સ ઝડપાયાં

મહેસાણાની મહિલાના દાગીના તફડાવનાર 2 શખ્સ ઝડપાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલ તાલુકાના બિલેશ્વરપુરા પાસેથી રિક્ષામાં બેસેલી મહેસાણાની મહિલાને રિક્ષાચાલક સહિતના 4 સખ્સો અધવચ્ચે ઉતારી મૂકી ~ 56 હજારની કિંમતના સોનાના દાગીના ભરેલુ પર્સ લઇ નાસી છૂટ્યા હોવાનો બનાવ બન્યો હતો. તેમાં સંડોવાયેલા બે શખ્સ ફરીદખાન ઇસ્માઇલખાન પઠાણ અને મહંમદ અસલમ અંસારી (રહે-કડી)ને અમદાવાદ એસઓજીની ટીમે ઝડપી લીધા હતાં અને સોનાની એક ચેઇન કબજે કરી કલોલ તાલુકા પોલીસના હવાલે કર્યા હતાં. જેથી બન્ને શખ્સોને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...