• Gujarati News
  • એજ્યુકેશન રિપોર્ટર.અમદાવાદ.

એજ્યુકેશન રિપોર્ટર.અમદાવાદ.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર.અમદાવાદ.

ધોરણ12 સાયન્સના પરિણામમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાંં વખતની મેડીકલ શાખાની બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયાના પ્રવેશ મેરિટમાં કે એકથી બે માર્કસની વધઘટ થઈ શે છે તેમ નિષ્ણાતો અનુુમાન લગાવી રહ્યા છે. બીજી તરફ મેડીકલ મેડીકલ-પેરા મેડિકલની આશરે 10280 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જેના કારણે 50 ટકા મેળવનારા વિદ્યાર્થીઓને પણ સરળતાથી પ્રવેશ મળી શકશે તેના કારણે રાજ્ય બહાર જવાની વિદ્યાર્થીઓને જરૂર નહી રહે તેમ નિષ્ણાતોનુ કહેવુ છે.

શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ધોરણ 12 સાયન્સના 86.10 ટકા પરિણામમાં ગત વર્ષની તુલનાએ ભલે 8.04 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત પરંતુ બી ગૃપનુ 80.96 ટકા પરિણામ આવ્યુંં છે. જે ગત વર્ષના બી ગૃપના 91.62 ટકા પરિણામ કરતાં લગભગ 10.66 ટકા પરિણામ ઓછુ આવ્યું છે. બીજી તરફ એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 427ની છે. જે ગત વર્ષના એ1 ગ્રેડ મેળવનારા 306 વિદ્યાર્થીઓની તુલનાએ 121 વધારે છે. આમ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંંખ્યા વધી હોવાથી મેડીકલ શાખાની 20 કોલેજોની 3080 બેઠકો પરના પ્રવેશ મેરીટમાં નજીવો ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે.

ગત માર્ચ-2014 મહીનામાં લેવામાં અાવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં બી ગૃપમાં પરીક્ષા આપનારા કુલ 53,609 વિદ્યાર્થીઓમાંથી 43,402 વિદ્યાર્થીઓ પાસ થવાથી 80.96 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે બી ગ઼ૃપમાં પરીક્ષા આપનારા કુલ 41,191 વિદ્યાર્થીઓમાંથી પાસ 41,191 વિદ્યાર્થીઓના 91.62 ટકા પરિણામની તુલનાએ લગભગ 10.66 ટકા પરિણામ ઓછુ આવ્યુ છે. બીજી તરફ મેડીકલલ શાખામાં એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. તેના કારણે મેડીકલના પ્રવેશ મેરીટમાં નજીવો ફેરફાર થવાની સંભાવના છે.

શાખા કોલેજ બેઠક

મેડીકલ203080

ડેન્ટલ101155

આયુર્વેદિક10455

ફિઝીયોથેરાપી321665

બીએસસી455

નર્સીગ-હોમી1625

મેડિકલ શાખાની બેઠકોની વિગતો