• Gujarati News
  • National
  • ધોલેરા કેટરિંગ યુવતી છેડતી પ્રકરણમાં PI અને DYSPની ઓળખ પરેડ કરવામાં આવી

ધોલેરા કેટરિંગ યુવતી છેડતી પ્રકરણમાં PI અને DYSPની ઓળખ પરેડ કરવામાં આવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક યુવતીએ છેડછાડની ઘટનાને મોબાઇલમાં રેકર્ડ કરી લીધા હતા

ક્રાઇમ રિપોર્ટર. અમદાવાદ

ધોલેરામાંઆયોજિત ઇવેન્ટમાં કેટરિંગ માટે લઇ જવાયેલી યુવતી સામે છેડછાડના બનાવમાં યુવતીઓ સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી. કેટરિંગની યુવતી સાથે છેડતી પ્રકરણમાં હાજર ડીવાયએસપી અને નિવૃત્ત પીઆઇની ધરપકડ કરવામાં આવી હતી. એક યુવતીએ છેડછાડની ઘટનાને મોબાઇલમાં રેકર્ડ કરી હતી. જોકે ગભરાઇને તે ‌ક્લિપ્સ ડીલિટ કરી દીધી હોવાથી ક્લિપ્સ એફએસએલની મદદથી પરત મેળવી તો તેમાં બે પોલીસ અધિકારીઓની ઓળખ થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ગત તારીખ 17મીના રોજ ધોલેરા ખાતે આવેલા મારુ‌તિનંદન ફાર્મ હાઉસમાં આરઓ પ્લાન્ટના ઉદઘાટનના ભોજન સમારંભ માટે રાણીપ વિસ્તારની કેટરિંગની 4 યુવતીને લઇ જવાઇ હતી. કાર્યક્રમ દરમિયાન યુવતીને દારૂ પિરસવાની ફરજ પડાઇ હતી. જ્યારે કેટલાક લોકોએ દારૂ પીને મહિલા સાથે શારીરિક અડપલાં પણ કર્યાં હતાં. ઘટનાની તપાસમાં લોકલ ક્રાઇમ બ્રાંચે 28 આરોપીની ધરપકડ કરી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટના સ્થળે હાજર ડાંગ આહવા ખાતેના ડીવાયએસપી પી.એમ. સરવૈયા તથા નિવૃત્ત પીઆઇ એચ. આર. જાડેજાની યુવતીઓ સામે ઓળખ પરેડ કરવામાં આવી હતી. જેમાં યુવતીઓએ પીઆઇ એચ.આર. જાડેજા છેડતી પ્રકરણમાં હોવાનું જણાવ્યું હતું જ્યારે ડીવાયએસપી પી.એમ. સરવૈયાની ઓળખમાં યુવતીઓએ તેમના જેવા શખસ હોવાનું જણાવ્યું હતું. છેડતી વખતે પોલીસ અધિકારીઓ હાજર હોવાનું યુવતીઓએ કબૂલ્યું હતું. પરંતુ બન્ને અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હોવાની ક્લિપીંગ હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાય તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...