• Gujarati News
  • National
  • સ્વામિનારાયણ ભગવાનનો 185મો અંતરધ્યાન ઉત્સવ

સ્વામિનારાયણ ભગવાનનો 185મો અંતરધ્યાન ઉત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |જેઠસુદ દશમ 28 મે ગુરુવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો 185મો અંતરધ્યાન ઉત્સવ દિન તરીકે ઊજવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સ્વામિનારાયણ મંદિરોમાં સત્સંગ સભા સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્યારે સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ભગવાનની ષોડ્શોપચારથી મહાપૂજા, પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો. વધુમાં 29મીએ શુક્રવારે ભીમ એકાદશીના દિવસે ભગવાનનું પૂજન, વચનામૃત અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોનું પઠન તેમજ ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...