• Gujarati News
  • કૂદકે ને ભૂસકે વધી રહેલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની સંખ્યા અને ફી પર બ્રેક લાગશે

કૂદકે ને ભૂસકે વધી રહેલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની સંખ્યા અને ફી પર બ્રેક લાગશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે તેમાં ગત વર્ષની સરખામણીમાં અંદાજે 8 ટકાનો ઘટાડો થયો હોવાથી તમામ મહત્વના વિષયોના પરિણામમાં પણ ઘટાડો થયો છે. જેમાં સૌથી વધારે 16 હજાર 870 વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં નાપાસ થયા છે. ફીઝીક્સમાં 15 હજાર 538 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બાયોલોજીમાં 7 હજાર 962 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે મેથ્સમાં 6 હજાર 581 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. કોમ્પ્યુટરમાં 1 હજાર 738 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. નિષ્ણાતોના મતે જેઇઇમાં વધારો ફોકસ કરનારા વિદ્યાર્થીઓએ કેમિસ્ટ્રીને ગંભીરતાથી લીધું નહીં.

પરિણામની વિશેષતા છે કે 8 ટકા રિઝલ્ટ ઘટ્યું છે. વર્ષે ગ્રુપમાં 7 હજાર 231 વિદ્યાર્થી નાપાસ થયા છે. જેથી એન્જિનિયરિંગમાં અંદાજે 25 હજાર બેઠકો ખાલી રહેવાનું અનુમાન છે. આની સીધી અસર સેલ્ફ ફાઈનાન્સ કોલેજો પર પડશે. ઠેરઠેર બનેલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુલ71 હજાર જેટલી બેઠકોમાંથી 25 હજારથી વધુ બેઠકો નહીં ભરાય.

બી ગ્રુપમાં વર્ષે 10 હજાર 207 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, પરંતુ એ-1 ગ્રેડમાં ગત વર્ષ કરતાં 121 વિદ્યાર્થી વધુ પાસ થયા છે જેના કારણે મેરિટમાં એકથી બે માર્ક્સની વધઘટ થવાની શક્યતા છે. જ્યારે પેરા-મેડિકલમાં 10280 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જેના કારણે 50 ટકા મેળવનારા વિદ્યાર્થીઓને પણ સરળતાથી પ્રવેશ મળી શકશે.

ઇજનેરીની બેઠકો શા માટે ખાલી રહે છેω

દરવર્ષેગુજરાતમાંથી 1000થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે. ઉપરાંત સંખ્યાબંધ વિદ્યાર્થીઓ આઇઆઇટીમાં પ્રવેશ લે છે અને અન્ય ઘણા વિદ્યાર્થીઓ બીજા રાજ્યોમાં આવેલી બીટસ પીલાની સહીત જાણીતી સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. ઉપરાંત એન્જિનિયરિંગની ઉભરતી લાઇનોમાં નોકરીની તકો જૂજ છે અને નવી ટેકનોલોજીના વિષયો ભણાવી શકે એવા અધ્યાપકોની અછત છે, ખાનગી કોલેજોની ફી લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પોસાતી નથી અને ઇન્ડસ્ટ્રીની જરૂરીયાત મુજબ કોર્ષ તૈયાર કરવામાં આવતા નહિ હોવાથી બેઠકો ખાલી રહે છે.

વિષય વિદ્યાર્થી�

11018

2 4441

3 6126

4 4268

5 1588

6 3

વિષયવાર નાપાસ

ઇજનેરીમાં કેટલી બેઠકો ખાલી રહીω

2014

2013

2012

2011

2010

2009

23079

10778

8089

5257

2029

5722