• Gujarati News
  • National
  • એ 1 ગ્રેડમાં સંખ્યા વધતાં મેરિટમાં1 2માર્કસની વધઘટ

એ-1 ગ્રેડમાં સંખ્યા વધતાં મેરિટમાં1-2માર્કસની વધઘટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર.અમદાવાદ.

ધોરણ12 સાયન્સના પરિણામમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાંં વખતની મેડીકલ શાખાની બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયાના પ્રવેશ મેરિટમાં કે એકથી બે માર્કસની વધઘટ થઈ શે છે તેમ નિષ્ણાતો અનુુમાન લગાવી રહ્યા છે. બીજી તરફ મેડીકલ મેડીકલ-પેરા મેડિકલની આશરે 10280 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જેના કારણે 50 ટકા મેળવનારા વિદ્યાર્થીઓને પણ સરળતાથી પ્રવેશ મળી શકશે તેના કારણે રાજ્ય બહાર જવાની વિદ્યાર્થીઓને જરૂર નહી રહે તેમ નિષ્ણાતોનુ કહેવુ છે.

શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ધોરણ 12 સાયન્સમાં બી ગૃપનુ 80.96 ટકા પરિણામ આવ્યુંં છે. જે ગત વર્ષના બી ગૃપના 91.62 ટકા પરિણામ કરતાં 10.66 ટકા ઓછુ છે. બીજી તરફ એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 210 છે. જે ગત વર્ષના એ1 ગ્રેડ મેળવનારા 165 વિદ્યાર્થીની તુલનાએ 55 વધુ છે. આમ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંંખ્યા વધી હોવાથી મેડીકલ શાખાની 20 કોલેજોની 3080 બેઠકો પરના પ્રવેશ મેરીટમાં નજીવો ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે.

ગત માર્ચ-2014 મહીનામાં લેવામાં અાવેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં બી ગૃપમાં પરીક્ષા આપનારા કુલ 53,609 વિદ્યાર્થીઓમાંથી 43,402 વિદ્યાર્થીઓ પાસ થવાથી 80.96 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે બી ગ઼ૃપમાં પરીક્ષા આપનારા કુલ 41,191 વિદ્યાર્થીઓમાંથી પાસ 41,191 વિદ્યાર્થીઓના 91.62 ટકા પરિણામની તુલનાએ લગભગ 10.66 ટકા પરિણામ ઓછુ આવ્યુ છે. બીજી તરફ મેડીકલલ શાખામાં એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. તેના કારણે મેડીકલના પ્રવેશ મેરીટમાં નજીવો ફેરફાર થવાની સંભાવના છે.

એકથી બે માર્કસ મેરિટ ઉપર-નીચે થઈ શકે છે

^ધોરણ12 સાયન્સનુ પરીણામ ગત વર્ષની તુલનાએ 8.04 ટકા ઓછુ આવ્યુ છે, પરંતુ એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષની તુલનાએ વધારો જોવા મળ્યો છે. જેના કારણે મેડીકલ શાખાની જાણીતી કોલેજોમાં પ્રવેશ મેરીટમાં નોંધપાત્ર ફેરફાર થાય તેમ જણાતુ નથી. મારા મતે હાયર મેરીટમાં એકથી બે માર્કસનો ઘટાડો થવાની સંભાવના છે. જો કે સાચુ-વાસ્તવિક ચિત્ર તો પ્રવેશ મેરિટ તૈયાર થયા બાદ સ્પષ્ટ થશે.’ > ડો.ભરત શાહ, ડીનબી.જે.મેડીકલ કોલેજ

}મેડિકલ| પરિણામમાં ઘટાડો થયો છતાં

મેડિકલમાં પ્રવેશ માટે રીતે તૈયાર કરાશે મેરિટ

બી ગૃપનાવિદ્યાર્થીઓ મેડીકલ શાખાની બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાશે બાબત તરફ મીટ માંડીને બેઠા છે ત્યારે મેડીકલ શાખામાં પ્રવેશ મેરીટ કેવી રીતે તૈયાર થશે તે જાણવુ જરૂરી છે. મેડીકલ શાખામાં ફિઝિક્સ-કેમેસ્ટ્રી-બાયોલોજી એમ ત્રણ વિષયોની પરીક્ષામાંથી મેળવેલ માર્કસના કુલ 60 ટકા તેમજ ગુજકેટની ફિઝિક્સ-કેમેસ્ટ્રી-બાયોલોજીની પરીક્ષામાંથી મેળવેલ માર્કસના 40 ટકાના હિસાબે ઓવરઓલ પ્રવેશ મેરીટ તૈયાર કરાશે

શાખા કોલેજ બેઠક

મેડિકલ203080

ડેન્ટલ101155

આયુર્વેદિક10455

ફિઝીયોથેરાપી321665

બીએસસી455

નર્સીગ-હોમી1625

મેડિકલ શાખાની બેઠકોની વિગતો

અન્ય સમાચારો પણ છે...