તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખંભરામાં સટ્ટો પકડાતાં ભુજનો યુવાન શહેર છોડી ભાગી છુટયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભરામાં સટ્ટો પકડાતાં ભુજનો યુવાન શહેર છોડી ભાગી છુટયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શુક્રવારેડીઆઇજીની શાખા આરઆરસેલે છાપો મારી અંજાર તાલુકાના ખંભરા ગામેથી મેચ પર સટ્ટો રમાડતા બે બુક્કીઓને પકડી પાડયા હતા. જે પકડાયાના સમાચાર સાંભળીને પકડાયેલા બે પૈકી એક બુક્કીનો ભુજમાં વહીવટ સંભાળતો મુસ્લિમ યુવાન ભુગર્ભમાં ઉતરી ગયો હતો અને ભુજ છોડી નાસી છુટયો હતો અને વાત અત્યાર સુધી રાજની રાજ રહી ચુકી છે.

બિનસત્તાવાર રીતે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ખંભરા ગામેથી શુક્રવારે આરઆરસેલે છાપો મારી 1.27 લાખના મુદ્દામાલ સાથે અંજારના નીલેશ સોરઠીયા અને ગાંધીધામના રાજેશ ઠક્કરને પકડી પાડયા હતા. પકડાયેલા બે પૈકી નીલેશ ઠક્કર પાસેથી કટીંગ મેળવી ભુજની લાઇન સંભાળતો અને તેના અન્ય વહીવટ પણ સંભાળતો ભુજનો યુવાન પકડાયાના સમાચાર સાંભળીને ભુજ છોડી ભાગી છુટયો હતો. પોતાનો ફોન બંધ કરી અમુક લાગવગીયાઓને પાછળ બધુ સંભાળી લેવાની વિનંતી કરી નાસી છુટયો હતો. શહેરમાં ચર્ચાતી વિગતો મુજબ, ભુજમાં વહીવટ સંભાળતા યુવાનને નિલેશે એક બ્લેક કલરની રાજાશાહી ઠાઠ ધરાવતી મોંઘીદાટ કાર પણ ખરીદી આપી છે. તો પકડાયેલો નીલેશના કોન્ટેકટ સીધા અમદાવાદ અને મુંબઇથી હોવાનું પણ શહેરીજનોના મોઢેથી સંભળાયું હતું.

સટટોડિયાની માથાકૂટ રહી હતી ચર્ચામાં

ભુગર્ભમાંઉતરી ગયેલા યુવાનનું નામ થોડા સમય પહેલા ચર્ચામાં રહી ચુકયો છે. શહેરમાં મોડી રાત સુધી ખુલી રહેતી એક માત્ર હોટલ પર પૈસા બાબતે અંજારના શખ્સો સામે માથાકુટ કરી હતી અને શહેરમાં ચર્ચાતી વાતો મુજબ માથાકુટ વખતે રિવોલ્વર પણ નિકળી હતી. ત્યાર બાદ યુવાનને પોલીસે બોલાવ્યો પણ હતો.

‘મિ. રાજ’ તો રાઝ હી રહે જાયેગા

પકડાયેલા બૂકીનો ભુજમાં વહીવટ સંભાળતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો