તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પાલનપુરમાં અવાવરૂ મકાનમાંથી બિન વારસી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં અવાવરૂ મકાનમાંથી બિન- વારસી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર- અમદાવાદ હાઇવે નજીક પાર્ટીપ્લોટ પાછળ આવેલા અવાવરૂ મકાનમાંથી પુરવઠાની ટીમે બાતમીના આધારે શનિવારે 200 કિલોના ઘઉ અને ચોખાના ચાર કટ્ટા ઝડપી લીધા હતા.

જિલ્લા પુરવઠા અધિકારી અનસુયાબેન જહાંની સુચનાથી પુરવઠા ચિફ ઇન્સપેકટર કલાજી ઠાકોરને મળેલી બાતમીના આધારે ઇન્સપેકટર એ. એન. રાવલ, એફ. એમ. બાગવાન, ભગવતીબેન ચાવડાએ શનિવારે અમદાવાદ હાઇવે નજીક આવેલા પાર્ટી પ્લોટ પાછળ કન્ટ્રકશનમાં કામ કરતાં સુનિલ નટવરભાઇ પટેલના અવાવરૂ મકાનમાં તપાસ કરી હતી. જ્યાંથી રૂપિયા 1650ની કિંમતના 100 કિલો ચોખાના બે કટ્ટા અને 100 કિલો ઘઉના બે કટ્ટા કળી કુલ 200 કિલો જથ્થો બિનવારસી કબ્જે લીધો હતો.

તંત્રએ રૂ.1650ના 200 કિલોના ચાર કટ્ટા કબ્જે લીધો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો