તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા મ્યુનિ.માં ટીપીના અમલ માટે સેલ કાર્યરત નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા મ્યુનિ.માં ટીપીના અમલ માટે સેલ કાર્યરત નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટીપી ફાઈનલ કરવા સહિતની આનુષાંગિક પ્રક્રિયા ઝડપથી હાથ ધરી શકાય તે હેતુસર દરેક ઝોનમાં ટીપી સેલમાં કેટલાં કર્મચારીઓ છે તેની વિગતો મંગાવાઈ છે. ટીપી- 65, 26, 85, 86, 87 અને 88માં કેટલાંક વાંધા સૂચનો રજૂ કરાયા હોવાથી તેમજ સરવે કરવાનો બાકી હોવાથી ટીપી મંજૂર કરાઈ નથી. શહેરમાં પાણી, ડ્રેનેજ સહિતની સર્વિસ લાઈનો નાંખીને નાગરિકોને સુવિધા પૂરી પાડવામાં સરળતા રહે તે માટે પહેલાં ગેરકાયદે દબાણો દૂર કરીને રોડ ખુલ્લા કરવા માંગણી કરાઈ છે.

કોર્પોરેશનમાં છેલ્લાં કેટલાંક સમયથી રચાયેલ ટીપી સેલ કાર્યરત નથી અને તેના કારણે એસ્ટેટ- ટીડીઓ વિભાગની કામગીરીને માઠી અસર થઈ છે. સ્ટાફની અછતને કારણે ટીપી સેલમાં નકશા તૈયાર કરવા, ફાઈલોનો ઝડપી નિકાલ વગેરે કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલે છે.

ટીપી ચેરમેન રશ્મિકાંત પટેલે કહ્યું કે, શહેરમાં ટીપી સ્કીમ ફાઈનલ કરવા, નકશા તૈયાર કરવા, ડ્રાફ્ટ સ્કીમોની ફાઈલોનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે અલગ ટીપી સેલ રચવામાં આવ્યો હતો. પરંતુ એસ્ટેટ-ટીડીઓમાં સ્ટાફની અછત પ્રવર્તે છે અને મહેકમ મુજબ પણ સ્ટાફની ભરતી થઈ નથી. અંગે જાહેરાત અપાઈ હતી પરંતુ ભરતીની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાઈ નથી.

તેમણે કહ્યું કે, ડ્રાફ્ટ સ્કીમ તૈયાર કરાયા પછી ટી.પી. સ્કીમ ફાઈનલ થાય અને ત્યાર પછી પાણી, ગટર, લાઈટ, વગેરે સર્વિસ લાઈન નાંખવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવે પછી રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરાય છે. પરંતુ તેના બદલે ટી.પી. મંજૂર થાય એટલે સૌપ્રથમ દબાણો હટાવવા અને રોડ ખુલ્લા કરવા તથા પહોળા કરવાની કામગીરી હાથ ધરવી જોઈએ.

દરેક ઝોનમાં ટી.પી. સેલમાં કેટલાં કર્મચારીઓ છે તેની વિગતો મંગાવાઈ

સર્વિસ લાઈનોના ટેન્ડર બહાર પાડતાં પહેલાં રોડ ખુલ્લા કરો: ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો