તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચાય ફોર કેન્સર: બ્લડ અને પેટના કેન્સરના દર્દી માટે ફંડ એકઠું કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાય ફોર કેન્સર: બ્લડ અને પેટના કેન્સરના દર્દી માટે ફંડ એકઠું કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એક્સપ્રેશન આર્ટ એન્ડ લર્નિંગ (આઇડિયલ)નાં બ્રાન્ડિંગ અને કમ્યુનિકેશન હેડ સરોજ શંકરનનાં જણાવ્યાં મુજબ, માયલોયડ લ્યુકેમિયા અને ગેસ્ટ્રોઇન સ્ટેટાઇનલ સ્ટ્રોમલ ટ્યૂમર કેન્સરનાં ગરીબ દર્દીઓ માટે કાર્યરત મેક્સ ફાઉન્ડેશન અને સંસ્થાના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

મહત્વની વાત છે કે, ચાય ફોર કેન્સર કાર્યક્રમ માટે કોઇ ચોક્કસ સ્થળ નક્કી હોતુ નથી, વોલિયેન્ટર્સ દ્વારા ગાર્ડન, હોસ્પિટલ કે કોઇપણ જાહેર સ્થળે યોજાય છે. 18 માર્ચને શનિવારે સંસ્થામાં યોજાનારા કાર્યક્રમમાં મેક્સ ફાઉન્ડેશન(ઇન્ડિયા-સાઉથ એશિયા)નાં મેનેજિંગ ડાયરેક્ટર અને સલમાન ખાનના ‘બીઇંગ હ્યુમન’ સંસ્થાના ટ્રસ્ટી વીજી વેન્કટેશ તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એક્સપ્રેશન આર્ટ એન્ડ લર્નિંગ(આઇડિયલ)નાં સંસ્થાપક આશા મંડપા ખાસ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં આવનાર દરેક વ્યકિત સાથે ચાયની ચુસકી સાથે કેન્સરની અવેરનેસ ફેલાવાશે. કાર્યક્મમાં ભાગ લેનાર દરેક વ્યકિતને ચાર ફોર કેન્સર કિટ અપાશે. જેમાં ટી પેકેટ્સ, પેપર કપ, ફ્લાયર્સ, થેન્ક્યૂ કાર્ડ તેમજ કેન્સરનાં દર્દી માટે ફાળો આપનારને રિસીપ્ટ પણ અપાશે.

કાર્યક્રમમાં આવનાર વ્યકિત ઓછામાં ઓછું રૂ. 100 અને વધુમાં વધુ જેટલું ઇચ્છે તેટલું દાન કરી શકે છે, જે ઇન્કમટેક્સમાંથી સેક્શન 80 જી હેઠળ બાદ મળશે. સમાજમાં પ્રકારના કાર્યક્રમથી ગરીબ દર્દીઓને આર્થિક મદદ સરળતાથી મળી શકે છે.

ઓછામાં ઓછું રૂ. 100 દાન કરી શકાશે, ઈન્કમટેક્સમાંથી બાદ મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો