તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • SBIની સાયન્સ સિટી શાખામાં ક્લિયરિંગ મશીન બંધ પડ્યું છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SBIની સાયન્સ સિટી શાખામાં ક્લિયરિંગ મશીન બંધ પડ્યું છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સામાજિક કાર્યકર રોહિત પટેલે કહ્યું કે, છેલ્લાં એક સપ્તાહથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સાયન્સ સિટી રોડ પરની બ્રાન્ચમાં ચેકના ક્લિયરિંગ માટેનું મશીન બંધ પડ્યું છે. મશીન બંધ હોવાથી તેમાં ચેક નહીં નાંખવા અંગે બેંકના સત્તાવાળાઓએ પટ્ટીઓ મારીને સૂચના મૂકી છે. ચેક બોક્સ બંધ કરી દેવાયું હોવાથી ખાતેદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. ક્લિયરિંગ મશીન ચાલુ થયા પછી ચેકો સ્વીકારાશે. બેંકમાં સ્ટાફ પણ ઓછો છે અને ગ્રાહકોની લાંબી લાઈનો લાગે છે. સાંતેજ, રકનપુર, ભાડજ, સહિત આસપાસના વિસ્તારોના હજારો રહીશો માટે વિસ્તારમાં એક બેંક છે અને પી.એફ., પેન્શન, પી.પી.એફ. અને સરકારી કર્મચારીઓ સ્ટેટ બેંકની સાયન્સ સિટી શાખામાં ખાતા ધરાવે છે અને તેમના ચેકોની લેવડ દેવડ બેંક મારફતે થાય છે. ક્લિયરિંગ મશીન બંધ થતાં ચેકોનું ક્લિયરિંગ થવાથી ખાતેદારોને મુશ્કેલી પડી રહી છે. બેંકની શાખાના કામકાજનો સમય 10 વાગ્યાનો કરવા માંગણી કરાઈ છે.

સ્ટેટ બેંકની સાયન્સ સિટી બ્રાન્ચના અધિકારી મોદીના સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, ક્લીયરિંગ મશીન બરાબર ઈન્સ્ટોલ્ડ કરાયું હોવાથી ટેકનિકલ કારણોસર ચેકોનું ક્લિયરિંગ થઈ શકતું નથી. અમારી બ્રાન્ચમાં આવતા ગ્રાહકો ચેક આપી જાય તે અમે સોલા રોડ અને હેબતપુર બ્રાન્ચમાં જમા કરાવીએ છીએ. અમારી બેંકના સિસ્ટમ ડીપાર્ટમેન્ટમાં જાણ કરાઈ છે અને એક- બે દિવસમાં ક્લીયરિંગ મશીનની સમસ્યાનો ઉકેલ આવશે.

હજુ બે-ત્રણ દિવસ સુધી મશીન ચાલુ થવાની શક્યતા નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો