તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીર રાજપૂત | અમદાવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમીર રાજપૂત | અમદાવાદ

સમાજમાંદર 100માંથી 3થી 4 બાળક લિવર ડિસીઝનો શિકાર હોય છે. સામાન્ય તાવ અને શરદી-ખાંસીની તકલીફમાં વ્હાલસોયા બાળકને ડોક્ટર પાસે લઇ જતાં માતા-પિતામાં લિવર ડિસીઝનાં લક્ષણોની અવેરનેસનો અભાવ છે. એટલું નહિ, કેટલાક બાળકો જન્મજાત લિવરનો શિકાર હોવાથી સતત કમળો રહે, ખોરાકનું પાચન થાય અને બાળકનો વિકાસ રુંધાય છે. તેમજ છેલ્લાં સ્ટેજમાં સારવાર માટે આવતાં હોવાથી લિવર ટ્રાન્સ્પ્લાન્ટ એક ઉપાય હોય છે.

કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરનાં લિવર ટ્રાન્સ્પ્લાન્ટ વિભાગનાં વડા ડો. પ્રાંજલ મોદીનાં જણાવ્યાં મુજબ, સમાજમાં 100માંથી 3થી 4 બાળકને લિવર ડિસીઝ હોય છે, જેમાં બિલિયરી એટ્રીસિયા બીમારીમાં જન્મજાત બાળકનાં લિવરમાં પિત્તની નળી હોય કે ઓછી હોય તેમજ ગ્લાયકોઝન સ્ટોરેજ ડિસીસ અને ડીસ લીપિડિમિયા જેવા રોગ હોય છે. પરંતુ, બાળકનાં માતા-પિતા લિવરનાં રોગનાં લક્ષણો જેવાં કે, બાળકને સતત કમળો, તાવ, પેટ ફૂલી જાય, ખેંચ, ભણવામાં ઓછું ધ્યાન અને માલન્યુટ્રિશન થાય છે. જેથી બાળકનો માનસિક-શારીરિક વિકાસ અટકી જાય છે. તેમજ રોગનાં ત્વરિત નિદાન-સારવારને અભાવે મલ્ટિઓર્ગન ડિસ્ફંક્શનથી બાળકનું મૃત્યુ થઇ શકે છે.

પરંતુ, લોકોએ જાણવાની જરૂર છે કે, દરેક લિવર ડિસીઝમાં ટ્રાન્સ્પ્લાન્ટ જરૂરી નથી. જો બાળકને પીડિયાટ્રિક ડોક્ટરની સારવાર કરાવવી જોઇએ. પીડિયાટ્રિક ડોક્ટર દ્વારા ફોટોથેરાપી અને કન્વેન્શનલ ટ્રીટમેન્ટ કારગર નીવડે તો ટ્રાન્સ્પ્લાન્ટ સર્જન કે પીડિયાટ્રિક સર્જનની સલાહ બાદ લિવર ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવું પડે છે. પરંતુ, ઝડપી નિદાન-સારવારથી લિવર ટ્રાન્સ્પ્લાન્ટ ટાળી શકાય છે.

સંજોગોમાં બાળકના વિકાસના તબક્કા પર નાનપણથી ધ્યાન રાખવામાં આવે તો પ્રકારની સ્થિતિને અવશ્ય નિવારી શકાય તેમ છે.

13 બાળકોનાં સફળ લિવર ટ્રાન્સ્પ્લાન્ટ

હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 210 જેટલાં લિવર ટ્રાન્સ્પ્લાન્ટ થયાં છે, જેમાંથી 13 બાળકનાં લિવર ટ્રાન્સ્પ્લાન્ટ કરાયાં છે. જેમાં આઠ મહિના પહેલા રાજકોટની બે વર્ષની બાળકીનાં અંગદાનથી બે કિડની ટ્રાન્સ્પ્લાન્ટ થઇ હતી, પણ લિવર કામમાં આવી શક્યું હતું. તાજેતરમાં સુરતની 3 વર્ષીય દિઝા ગોળ‌વાલાની બે કિડની અને લિવર જેવાં અંગોનાં દાનથી ત્રણ બા‌ળકોને નવજીવન મળ્યું છે. લિવર પ્રાપ્ત કરનાર વિસનગરનો 5 વર્ષીય શ્રેય વિરાભાઇ પટેલનું બીલીરુબીન ઓછું રહેતાં લિવર ટ્રાન્સ્પ્લાન્ટ એક ઉપાય હતો.

18વર્ષ સુધીનાં બાળકનું નિ:શુલ્ક ટ્રાન્સ્પ્લાન્ટ

પ્રાઇવેટહોસ્પિટલમાં લિવર ટ્રાન્સ્પ્લાન્ટનો ખર્ચ રૂ. 30થી 50 લાખ વચ્ચે થાય છે. પરંતુ, કિડની હોસ્પિટલમાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત 18 વર્ષ સુધીનાં બાળકોનું નિ:શુલ્ક લિવર ટ્રાન્સ્પ્લાન્ટ થાય છે. લિવર ડિસીઝથી પીડાતા ગુજરાતનાં બાળકનાં લિવર ટ્રાન્સ્પ્લાન્ટ અને ત્યારપછી દવા અને સારવારનો ખર્ચ રાજ્ય સરકાર અને કિડની હોસ્પિટલ ઉઠાવે છે. એક પ્રશંસનીય પહેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો