તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જાહેર શૌચાલયોમાં સફાઈ કામ નિયમિત થાય તે માટે હેલ્થ કમિટીમાં તાકીદ કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર શૌચાલયોમાં સફાઈ કામ નિયમિત થાય તે માટે હેલ્થ કમિટીમાં તાકીદ કરાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળે તૈયાર કરાયેલા જાહેર શૌચાલયો તથા પે એન્ડ યૂઝમાં સફાઈ કામગીરી નિયમિત રીતે થાય તે હેતુસર ડેપ્યુટી હેલ્થ ઓફિસરોને તે ચેક કરાવવા અને તેમાં કસૂર જણાય તો નોટિસ આપવા સહિતના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. મજૂરો અને ગરીબ વર્ગના લોકોને અર્બન હેલ્થ સેન્ટરોમાં તબીબી સેવાઓ મેળવવામાં વધુ સરળતા રહે તે હેતુસર અર્બન હેલ્થ સેન્ટરોમાં ફરજ બજાવતા તબીબોને સવારે અને સાંજે એમ બે ટાઈમ સેવાઓ આપવા બોલાવવા અંગે સક્રિય વિચારણા કરાઈ છે.

હેલ્થ કમિટી ચેરમેન દિનેશ દેસાઈએ કહ્યું કે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાંં આવી રહી છે. સફાઈ અને સ્વચ્છતા જળવાય તો રોગચાળો અંકુશમાં રહી શકે અને તે માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. શહેરમાં વિવિધ જગ્યાએ નાગરિકોની સરળતા અને સગવડતા માટે જાહેર શૌચાલયો તેમજ પે એન્ડ યૂઝ તૈયાર કરાયા છે. તમામ પબ્લિક ટોઈલેટમાં વ્યવસ્થિત સફાઈ કામગીરી થઈ શકે તે હેતુસર હેલ્થ વિભાગના કર્મચારીઓ- અધિકારીઓ દ્વારા પબ્લિક ટોઈલેટની સફાઈ ચેકિંગ કરવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસરોએ પબ્લિક ટોઈલેટની સફાઈ કામગીરી વ્યવસ્થિત થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવા તેમજ જો તેમાં બેદરકારી જોવા મળે તો તેવા કિસ્સામાં નોટિસ આપવા સહિતના પગલાં લેવા તાકીદ કરાઈ છે.

અર્બન હેલ્થ સેન્ટરોમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને બ્લડ ચેક કરાવવા માટે અન્ય સ્થળે લેબોરેટરીમાં જવું પડે તે માટે બ્લડના સેલ કાઉન્ટ કરવા સહિતની માહિતી તત્કાળ જાણી શકાય તે માટે સીબીસી મશીન મૂકવા માટે ગોતાના કોર્પોરેટર સુરેશ પટેલે સૂચન કર્યું હતું. જેથી 64 અર્બન હેલ્થ સેન્ટરોમાં આવા મશીન વસાવાશે.

ગરીબ દર્દીઓ મજૂરી કરીને સાંજે ઘેર આવતા હોવાથી તેમને સાંજે પણ તબીબી સારવાર મળી રહે તે માટે હેલ્થ સેન્ટરોમાં ફરજ બજાવતા કોર્પોરેશનના ડોક્ટરોને સાંજે પણ સેવા આપવા બોલાવવા અંગે સક્રિય વિચારણા કરાઈ રહી છે. હાલ હેલ્થ સેન્ટરોમાં સવારે 9 થી સાંજે 5 સુધી તબીબી સેવા અપાય છે. હવે સવારે 9થી 12 અને સાંજે 6થી 9 એમ બે ટાઈમ તબીબોની સેવા લેવામાં આવશે.

64 અર્બન હેલ્થ સેન્ટરોમાં સીબીસી મશીન પણ વસાવવામાં આવ‌શે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો