તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘વ્યવસ્થિત ડેવલપ થયેલ શહેરોના પ્લાનિંગમાંથી નવું શીખવું જોઈએ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘વ્યવસ્થિત ડેવલપ થયેલ શહેરોના પ્લાનિંગમાંથી નવું શીખવું જોઈએ’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચંડીગઢ, ગાંધીનગર, સિંગાપોર, બાર્સીલોનાના વિકાસને ધ્યાનમાં લઈને અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોના પ્લાનિંગ માટે ‘લર્નિંગ ફ્રોમ ન્યૂ સિટીઝ’લેક્ચર ઓફ સિરીઝનું આયોજન કરાયું છે. વ્યવસ્થિત રીતે ડેવલપ કરાયેલા શહેરોના પ્લાનિંગમાંથી નવુંં શીખવાનો અનુરોધ કરાયો છે.

ગુજરાત ઈન્સ્ટિ. ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટના પ્રેસિડેન્ટ હિતેશ શાહ , નિરમા યુનિ.ના ડિરેક્ટર ઉત્પલ શર્માએ કહ્યું કે, ચંડીગઢ અને ગાંધીનગરનું પ્લાનિંગ થયું છે. દેશના મોટાભાગના શહેરો જરૂરિયાત મુજબ પ્લાનિંગ કરતા રહ્યા અને વિકસતા રહ્યા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ સહિતની વિવિધ સમસ્યાઓ પણ જોવા મળે છે. દેશના શહેરોનું સારી રીતે પ્લાનિંગ થઈ શકે તે હેતુસર બાર્સીલોના, સિંગાપોર, લંડન, ન્યૂયોર્ક, હોંગકોંગ, વગેરે શહેરોના થયેલા પ્લાનિંગ અને ડેવલપમેન્ટમાંથી નવું શીખીને તે મુજબ પ્લાનિંગ કરવું જોઈએ.

મુંબઈમાં 85 ટકા લોકો ટ્રેનનો ઉપયોગ કરે છે. ઈન્ટિગ્રેટેડ પ્લાન કરવા સાથે ટ્રાફિક અને વિકટ સમસ્યા સર્જાય તે માટે મોબિલિટી પ્લાનિંગ કરવું જરૂરી છે.

હોંગકોંગમાં 96 ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. નવી દિલ્હી બનાવાયું, નવું મુંબઈ બનાવાયું છે અને તે પ્રકારે બેંગ્લોર,કોલકાતા, વગેરે શહેરોમાં ડેવલપમેન્ટ કરવા સાથે નાગરિકોની મુશ્કેલીઓ હળવી કરી શકાય.

સિંગાપોર, બાર્સેલોનાની થીમ પર વિકાસ કરવા માટે અનુરોધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો