તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાસેઝનો વર્ષે કુલ એક્સપોર્ટ પાંચ હજાર કરોડ સુધી પહોંચે તેવી શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાસેઝનો વર્ષે કુલ એક્સપોર્ટ પાંચ હજાર કરોડ સુધી પહોંચે તેવી શક્યતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદખાતે કાસેઝ અને એક્સપોર્ટ પ્રોમોશન કાઉંસીલ દ્વારા ઓપન હાઉસનું આયોજન કરાયું હતું. ઝોનલ કમિશ્નરે ચાલુ વર્ષે ગત વર્ષે કરતા એક્સપોર્ટમાં આંશિક વધારો થવાની સંભાવના વિશે જણાવ્યું હતું.

રાજ્યના ઝોનલ ડેવલોપમેન્ટ કમીશ્રર ઉપેન્દ્ર વશીષ્ઠે જણાવ્યંુ હતંુ કે કંડલા સ્પે. ઈકોનોમીક ઝોનનું એક્સપોર્ટ 2005- ‘06 માં 1 હજાર કરોડ હતુ, જે 2015-\\\'16માં વધીને 4227 કરોડ થયું હતું. તો ચાલુ વર્ષે તે 5 હજાર કરોડ સુધી પહોંચે તેવી આશા છે. નવા પાંચ સેઝની પરવાનગી માટેની પ્રક્રિયા ચાલુ છે જેમાં ત્રણ કચ્છમાં છે, એક કંડલા પોર્ટ ટ્રસ્ટ અને બાકિના બે ઈન્ફ્રાસ્ક્ટ્રચર લીસીંગ અને ફાયનાંસર સર્વિસીઝ દ્વારા નિર્માણ કરાશે. જેમાં ફ્રિ ટ્રેડ અને વેસહાઉસીઝ ઝોનનો સમાવેશ થાય છે. ગુજરાતના તમામ સેઝમાંથી 2015-\\\'16માં 1.35 કરોડનું એક્સપોર્ટ થયુ હતુ. જે ચાલુ વર્ષે 1%ની વૃદ્ધિ સાથે 1.37 સુધી પહોંચશે તેવી સંભાવના છે. કાર્યક્રમમાં એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સીલના ચેરમેન રાહુલ ગુપ્તા, દહેજ, સુરત, અદાણી સેઝના ડિસી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓપન હાઉસમાં ઉપસ્થિત આગેવાનો

સ્ટાફ - વર્કરો માટે અલગ ગેટ બનશે

કાસેઝમાં25 હજારથી વધુ લોકો કામ કરે છે. સુરક્ષા કારણોસર ચેંકિગ જરૂરી હોય તે પ્રક્રિયામાં લાંબો સમય થઈ જાય છે અને ટ્રાફિક જામની સ્થીતી સર્જાય છે. જેને નિવારવા સ્ટાફ અને વર્કરો માટૅ અલાયદો નવો ગેટ બનાવવા માટૅનો પ્રસ્તાવ ડિપાર્ટમેંટ ઓફ કોમર્સમાં મોકલી અપાયો છે.

અમદાવાદ ખાતે કાસેઝ -કાઉન્સિલ દ્વારા \\\'ઓપન હાઉસ\\\' યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો