• Gujarati News
  • National
  • MRPમાં તમામ ટેક્સ સામેલ, છતાં વેટ લેતા હોય તો ગ્રાહકો ઓનલાઇન ફરિયાદ કરી શકે છે

MRPમાં તમામ ટેક્સ સામેલ, છતાં વેટ લેતા હોય તો ગ્રાહકો ઓનલાઇન ફરિયાદ કરી શકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમઆરપીમાંઓલ ટેક્સીસ ઇન્કલ્યુઝિવ લખ્યું હોય અને તેના પર ડિસ્કાઉન્ટ હોય કે ના હોય પણ 5 ટકા વેટ લેવાતો હોય તેવા કિસ્સામાં ગ્રાહકો ઓનલાઇન ફરિયાદ કરી શકે છે. ગ્રાહકો સારંગપુર ખાતેની તોલમાપ કચેરીમાં રૂબરૂ જઇ શક્તા હોય તો પુરાવા સાથે LMDCA.GUJARAT.GOV.IN. પર ઓનલાઇન ફરિયાદ કરી શકે છે.

લીગલ મેટ્રોલોજી ઇન્સ્પેક્ટર એસોસિએશનના પૂર્વ સેક્રેટરી અને ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જવવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું તોલમાપ વિભાગની કાર્યવાહી બાદ પણ શહેરના મોલ અને મલ્ટિસ્ટોરમાં એમઆરપી પર વેટ લેવાઇ રહ્યો છે. વેપારીઓ તોલમાપ વિભાગના નિયમોની તદ્દન અવગણના કરી રહ્યું છે. સરકારના નિયમોની ઐસીતૈસી કરી ગ્રાહકોને લૂંટી રહ્યા છે. નિયમોથી અજાણ ગ્રાહકો વર્ષોથી લૂંટાય છે. પુરવઠા મંત્રીના ધ્યાનમાં આવ્યું હોવા છતાં પગલાં લેવા આદેશ અપાતા નથી.

સરકારના પીઠબળને કારણે વેપારીઓ તોલમાપ વિભાગની અવગણના કરી રહ્યું હોવાનું મનાય છે. તોલમાપ વિભાગ મોટાપાયે ફરિયાદો કરે તો સરકાર હસ્તક્ષેપ કરી કાર્યવાહી બંધ કરાવે છે. સરકારને ગ્રાહકો કરતાં વેપારીઓની વધુ ચિંતા છે.

કચેરીમાં પાંચ વર્ષમાં માત્ર 700 ફરિયાદો

તોલપામકચેરીમાં છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 700 ફરિયાદો આવી છે. જેમાં હાલ માત્ર 25 ફરિયાદો પેન્ડિંગ છે. એમઆરપી કરતા વધુ ભાવ, ગ્રાહક સુરક્ષા સંબંધિત ફરિયાદ,વજનકાંટા અને તોલમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો આવે છે. વજનકાંટા અને તોલમાં ગેરરીતિ હોય તો પણ ગ્રાહકો તરફથી ફરિયાદો થતી રહે છે.

ઠંડાપીણા-દૂધનીથેલી પર કોલ્ડચાર્જ નહિ

કોઇપણ વેપારી ઠંડાપીણા કે દૂધની થેલી પર કોલ્ડ ચાર્જ લઇ શકતો નથી. ગ્રાહકો તેના પર લખેલી એમઆરપી સિવાય એક પણ રૂપિયો વધારોનો આપવાનો રહેતો નથી. એમઆરપી સિવાય વધારાનો ચાર્જ લેવાતો હોય તો ફરિયાદ કરી શકાય તેવું લીગલ મેટ્રોલોજિકલના આસિસ્ટન્ટ કંટ્રોલર કે.એસ.નિનામાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...