• Gujarati News
  • National
  • સેન્સેક્સે 31000, નિફ્ટીએ 9500ની સપાટી તોડી

સેન્સેક્સે 31000, નિફ્ટીએ 9500ની સપાટી તોડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્સેક્સની આગેવાની હેઠળ બેન્કેક્સ, આઇટી, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી સહિત મોટાભાગના સેક્ટોર્સમાં ઘટાડો જોવાયો હતો. સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ હેવી પ્રોફીટ બુકિંગ રહ્યું હતું. જોકે, ટેલિકોમ ઇન્ડેક્સ 1.19 ટકા સુધરીને બંધ રહ્યો હતો.

બેન્કોએ બેડ લોન્સ માટે વધુ જોગવાઇ કરવી પડશે તેવા આરબીઆઇના નિર્દેશ, યુએસ ફેડ પોલિસી મેકર્સના એવા સ્ટેટમેન્ટ કે વ્યાજદરમાં વધુ વધારો કરાશે તેમજ ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટમાં ગુરુવારે એક્સપાયરી અને તા. 1લી જુલાઇથી જીએસટીનો અમલ જેવા સંખ્યાબંધ નકારાત્મક કારણો વચ્ચે માર્કેટબ્રેડ્થ પણ નોંધપાત્ર નેગેટિવ રહી હતી. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2772 પૈકી 711 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1881 સ્ક્રીપ્સમાં ઘટાડો જોવાયો હતો. સેન્સેક્સ પેકની 21 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી સ્ટેટ બેન્ક સૌથી વધુ 3.27 ટકા તૂટી રૂ. 279.40, એક્સિસ બેન્ક 2.34 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.73 ટકા, બજાજ ઓટો 1.61 ટકા અને લાર્સન 1.23 ટકા તૂટ્યા હતા. જોકે, ભારતી એરટેલ 1.61 ટકા, ઓએનજીસી 1.23 ટકા અને હીરો મોટોકોર્પ 0.97 ટકા સુધર્યા હતા.

તેજસ નેટવર્કનું નિરસ લિસ્ટિંગ: તેજસ નેટવર્ક રૂ. 257ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 263.30ની સપાટીએ 2.45 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયો હતો.

એચ-1 બી વિઝા અંગે નિરાશાથી આઇટીમાં કડાકો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે એચ-1 બી વિઝા અંગે કોઇ ચર્ચા નહિં થતાં આઇટી ઉદ્યોગમાં નિરાશા છવાયેલી રહી હતી. તેના પગલે આઇટી ઇન્ડેક્સ 110.60 પોઇન્ટ ઘટી 9743.25 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. જેમાં ઇન્ફોસિસ 1.80 ટકા, એનઆઇઆઇટી 2.98 ટકા ઘટ્યા હતા. જ્યારે ટીસીએસ 0.62 ટકા અને વીપ્રો 0.33 ટકા સાધારણ ઘટાડા સાથે રહ્યા હતા. સૌથી મોટો ફટકો સેકન્ડ કેડર આઇટી શેર્સમાં જોવા મળ્યો હતો.

કેપિટલ ગુડ્સમાં પણ બેડ ન્યૂઝ: કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 208 પોઇન્ટ તૂટ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ બીઇએમએલ 3.64 ટકા, એનબીસીસી 3.05 ટકા, બીઇએ 2.64 ટકા, ફેગ બેરીંગ 2.60 ટકા, એસકેએફ ઇન્ડિયા 2.60 ટકા એઆઇએ એન્જિ. 2.46 ટકા, કલ્પતરૂ પાવર 2.11 ટકા સુધી ઘટ્યા હતા.

બેન્ક શેર્સમાં બાકોરાં ઇન્ડેક્સ 385 પોઇન્ટ તૂટ્યો: બેન્કેક્સ 385 પોઇન્ટ તૂટી 26234 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો. ઇન્ડેક્સબેઝ્ડ તમામ સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. પીએનબી 4.69 ટકા, બેન્ક ઓફ બરોડા 3.64 ટકા, સ્ટેટબેન્ક 3.27 ટકા, એક્સિસ 2.34 ટકા, ફેડરલ બેન્ક 2.13 ટકા, યશ બેન્ક 1.47 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.20 ટકા અને કોટક બેન્ક 1.13 ટકા તૂટ્યા હતા. વૈશ્વિક બજારોમાં બે તરફી મુવમેન્ટ જોવા મળી હતી.

રિયાલ્ટીમાં પણ રકાસ

કંપની બંધ +/-%

ઓબેરોય345.30-4.51

ગોદરેજપ્રોપ. 513.80-3.98

ડીએલએફ187.65-2.44

શોભા372.35-2.09

સ્મોલકેપ: સ્ટોક સ્પેસિફિક

કંપની બંધ +/-%

જેપીઇન્ફ્રા 14.9420.00

જેપીપાવર 5.4117.61

જેપીએસો. 20.9911.77

પોલિમેડ221.7510.74

બીએસઇ અને એનએસઇ આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ અને મન્નાપુરમ ફાઇનાન્સ સહિત પાંચ કંપનીઓમાં શૂક્રવારથી એફએન્ડઓ કોન્ટ્રાક્ટ શરૂ કરશે. અન્ય કંપનીઓમાં ચેન્નાઇ પેટ્રોલિયમ કોર્પોરેશન, શ્રેઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ અને રેપકો હોમ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. એક અલગ સરક્યુલરમાં બન્ને એક્સચેન્જે જણાવ્યું છે કે, પાંચ વધારાની સિક્યુરિટીઝમાં એફએન્ડઓ કોન્ટ્રાક્ટ તા. 30 જુનથી અમલી થશે. હાલમાં 200થી વધુ સિક્યુરિટીઝ સેગમેન્ટમાં ઉપલબ્ધ છે.

BSE-NSE એફએન્ડઓ કોન્ટ્રાક્ટ શરૂ કરશે

જીએસટીની નેગેટિવ અસરની દહેશતે આઇટી, બેન્ક, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી સહિતના સેક્ટર્સમાં પ્રોફિટ બુકિંગ