તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વસ્ત્રાલના કોર્પોરેટરના ઘરમાં તોડફોડ: હાર્દિક વોન્ટેડ જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસ્ત્રાલના કોર્પોરેટરના ઘરમાં તોડફોડ: હાર્દિક વોન્ટેડ જાહેર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રામોલ પોલીસના જણાવ્યા અનુસાર, હાર્દિક માટે કામ કરનારા કૃણાલની સોશિયલ સાઈટ પર સાત્વિક પટેલને ગાળો ભાંડવા બદલ ધરપકડ થતા અદાવત રાખી ગત રાત્રે હાર્દિક પટેલ રામોલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પહોંચી પોતાના પરિચિતો સાથે વાત કર્યા બાદ જતો રહ્યો હતો.

બીજી બાજુ કોર્પોરેટર પરેશ પટેલનો આક્ષેપ છે કે મોડી રાતે પોણા બે વાગે વસ્ત્રાલના આસ્થા બંગ્લોઝમાં આવેલા તેમના ઘરના કમ્પાઉન્ડમાં પાસના સભ્યો ગીતા પટેલ, મહેશ દાઢી, કિરણ પટેલ, અક્ષય ભૂરિયો, નચિકેત મુખી, સહિત 60 જેટલા લોકો સાથે આવ્યો હતો. બધાએ ગાળો ભાંડી પરેશના ઘરની બહાર લાગેલ ભાજપનો ધ્વજ અને નેમ પ્લેટ સળગાવી દીધી હતી. ટોળું ગયા બાદ પરેશને વોચમેને કહ્યું હતું કે, હાર્દિક પટેલ સફેદ કલરની કારમાં બેઠો રહીને પાસના સભ્યોને ઉશ્કેરતો હતો. પરેશે રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સહિત 60ના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અંગે રામોલ પીઆઈ પરેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ઘટનામાં નચિકેત સહિત 13ની ધરપકડ કરાઈ છે, જ્યારે હાર્દિકને વોન્ટેડ જાહેર કર્યો છે.

પાસના 11 કાર્યકરોની રામોલ પોલીસે ધરપકડ કરી હતી.

નચિકેત મુખી સહિત 11ની ધરપકડ, તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો