તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સેન્સેક્સમાં 130 પોઇન્ટનો પ્રત્યાઘાતી ઘટાડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્સેક્સમાં 130 પોઇન્ટનો પ્રત્યાઘાતી ઘટાડો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે વધુ 10 પૈસાની મજબૂતાઇ સાથે 65.36ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય મેજર કરન્સી સામે પણ રૂપિયાની મજબૂતાઇના કારણે નિકાસ વેપારમાં નુકસાન જવાની દહેશતે આઇટી, ટેકનોલોજી તેમજ ફાર્મા કંપનીઓના શેર્સમાં પણ સાધારણ ઘસારાની સ્થિતિ રહી હતી. જોકે, જ્વેલરી શેર્સમાં સુધારાના ટેકે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ આજે ઐતિહાસિક નવી ટોચે પહોંચ્યો હતો.

સેન્સેક્સ પેકની પ્રથમ હરોળની મોટાભાગની સ્ક્રીપ્સમાં આજે ઘટાડો નોંધાવા સાથે કુલ 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં ઘટાડો જ્યારે 14 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, વિદેશી નાણાકીય સંસ્થાઓની પણ આજે રૂ. 56.67 કરોડની નેટ અને નજીવી ખરીદી રહી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓની રૂ. 536.21 કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી.

આઇટીશેર્સ પણ પ્રોફીટ બુકિંગની આંટીમાં: ફોરેક્સમાર્કેટમાં ડોલર સામે રૂપિયાની મજબૂતાઇ તેમજ ઊંચા મથાળે પ્રોફીટ બુકિંગના કારણે આઇટી શેર્સમાં પણ સુધારો રૂંધાવા સાથે આઇટી ઇન્ડેક્સ 1.36 ટકા ઘટી 10441.22 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જેના કારણે વીપ્રો, ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક., પોલારીસ, સોનાટા સોફ્ટવેર સહિતની સ્ક્રીપ્સમાં પીછેહઠ રહી હતી.

વર્લ્ડમાર્કેટમાં ટ્રેન્ડલેસ ચાલ: વૈશ્વિકશેરબજારો ફેડના ફફડાટ પછી પણ કોઇ મોટા કારણની રાહ જોઇ રહ્યા હોય તેમ ટ્રેન્ડ સુસ્ત રહ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સાધારણ ઘટાડાની ચાલ રહી હતી. જ્યારે એશિયામાં હેંગસેંગ 192 પોઇન્ટ અને સાંઘાઇ 13 પોઇન્ટના સુધારાને બાદ કરતાં બાકીના મોટાભાગના શેરબજારોમાં સુસ્તી અને સાધારણ ઘટાડાની ચાલ રહી હતી.

માર્કેટબ્રેડ્થનેગેટિવ રહી: બીએસઈખાતે કુલ ટ્રેડેડ સ્ક્રીપ્સની સંખ્યા 3023 રહી હતી. તે પૈકી 1354માં સુધારો અને 1443 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ હજી પણ સુધારાતરફી રહ્યું હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

કન્ઝ્યુમરડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ઓલટાઇમ હાઇ: કન્ઝ્યુમરડ્યુરેબલ્સ ઇન્ડેક્સ આજે ઇન્ટ્રા-ડે 14719.76 પોઇન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો અને છેલ્લે પણ 150.13 પોઇન્ટના સુધારા સાથે 14656.96 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ પીસી જ્વેલર્સ સૌથી વધુ 5.51 ટકા વધી રૂ. 439.20ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે બ્લુસ્ટાર 4.38 ટકા, વર્લપુલ 3.10 ટકા, નિલકમલ 2.08 ટકા અને ટાઇટન 0.88 ટકાના સુધારા સાથે બંધ રહ્યા હતા.

આઇડિયાનો શેર 9.55 ટકાના ગાબડાં સાથે રૂ. 97.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જેના કારણે ટેલિકોમ ઇન્ડેક્સમાં પણ 1.11 ટકાનો ઘટાડો થવા સાથે ઇન્ડેક્સ 1251.19 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આઇટીઆઇ 8.25 ટકા, ઓનમોબાઇલ 4.17 ટકા અને જીટીએલ ઇન્ફ્રા 3.75 ટકા વધ્યા હતા. જ્યારે આરકોમના ટેલિકોમ ડિવિઝનના ડિમર્જરને સીસીઆઇની મંજૂરીના સમાચારો છતાં શેર 0.26 ટકાના નોમિનલ ઘટાડા સાથે 38.15ની સપાટીએ સુસ્ત રહ્યો હતો.

સેન્સેક્સ : લીડર્સ ડાઉન

કંપની બંધ +/-%

એક્સિસબેન્ક 504.55-2.41

ICICIબેન્ક275.15-1.99

ઇન્ફોસિસ1020.60-1.87

ટીસીએસ2480.80-1.82

વીપ્રો495.75-1.59

સ્મોલકેપ:સ્ટોકસ્પેસિફિક

કંપની બંધ સુધારો %

રેપ્રો459.5020.00

સ્માર્ટલિન્ક104.2011.15

બોમ્બેડાઇંગ 77.709.67

પીટીએલ166.008.46

આઇડિયાનો સોદો ટેલિકોમ ઇન્ડેક્સને મોંઘો પડ્યો

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ 10 પૈસા મજબૂત, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો