તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સેટેલાઇટમાં જાણીતી મોડલ ખુશ્બુની ફાંસો ખાઇ આત્મહત્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેટેલાઇટમાં જાણીતી મોડલ ખુશ્બુની ફાંસો ખાઇ આત્મહત્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણ વર્ષથી બેકાર હતી, પિતા સાથે ઘરકામ અંગે કંકાસ હતો

સેટેલાઇટ ઇસરો પાછળ આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી ખુશ્બુ મિનેષભાઇ ભટ્ટ (ઉ.વ.27)એ તેના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ખુશ્બુ મોડલીંગ કરતી હતી તેમજ જાણીતી કંપનીઓની ઇવેન્ટમાં એન્કરીંગનું કામ પણ કરતી હતી. શરીર ઉપર જાતભાતના ટેટુ દોરાવ્યા હોવાથી મોડલીંગની દુનિયામાં તેની આગવી ઓળખ હતી.

જોકે છેલ્લા ત્રણ વર્ષથી ખુશ્બુને યોગ્ય કામ નહીં મળતા તેને બેકારીનો સામનો કરવો પડયો હોવાનું તેના નજીકના વર્તુળોનું કહેવું છે અને બેકારીના કારણે ખુશ્બુ ડિપ્રેશનમાં આવી ગઇ હોવાથી પિતા સાથે નાની નાની બાબતોમાં ઘર્ષણ થતું હતું. જાણવા મળ્યા મુજબ ખુશ્બુના પિતાને ડાયબિટીસ હોવાથી ઓછુ જમાવાનું આપવા રવિવારે ખુશ્બુને ટકોર કરી હતી. મુદ્દે પિતા-પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે પિતાએ માત્ર ઓછુ જમવા આપવા સામાન્ય સલાહ આપી હતી. પરંતુ પુત્રીએ તેને ગંભીર લઇ પિતાને કહ્યું હતું કે તમને મારા હાથનું જમવાનું ભાવતું નથી.

પછી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે વાતે મનમાં લાગી આવતા ખુશ્બુએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સુત્રો કહે છે કે તેનો ભાઇ અમેરિકા હોવાથી હાલ તેની રાહ જોવાઇ રહી છે.

ખુશ્બુ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો