તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેસ ફાઇલ કર્યા વિના અસીલ પાસેથી પૈસા વસૂલનાર વકીલ સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેસ ફાઇલ કર્યા વિના અસીલ પાસેથી પૈસા વસૂલનાર વકીલ સસ્પેન્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાર કાઉન્સિલે વકીલને 50 હજારનો દંડ કર્યો

ગાંધીનગરનાં નિવૃત્ત કર્મચારીને ચૂનો ચોપડ્યો

સેક્ટર 6માં રહેતા કેપિટલ પ્રોજેક્ટના નિવૃત્ત કર્મચારી ડાહ્યાભાઈ પ્રજાપતિની સરગાસણ સ્થિત જમીન સંપાદિત થઈ હતી. આથી તેમણે અમદાવાદના વટવાસ્થિત ઍડ્વૉકેટ એન. આર. શર્માને કેસ સોંપ્યો હતો અને રૂ. 3 લાખ ફી નક્કી કરાઈ હતી.

ડાહ્યાભાઈના જણાવ્યા અનુસાર જુલાઈ, 2013માં પ્રથમ રૂ. 50 હજાર આપ્યા હતા. વકીલે રેવેન્યુ સચિવની કચેરીમાં કેસ ફાઇલ કર્યાનું જણાવી ડી/1124/2013નો કેસ નંબર આપ્યો હતો.

દરમિયાન કેસ તરફેણમાં હોવાનું કહી બાકીના રૂ. 2.50 લાખ લઈ લીધા હતા. જોકે વકીલે યોગ્ય જવાબ આપતાં તેમણે રેવન્યુ વિભાગમાં તપાસ કરી હતી, જેમાં આવી અરજી આવી હોવાનું જાણવા મળ્યું હતું. આરટીઆઇથી માહિતી માગીને ખરાઈ કરતાં હકીકતમાં વકીલે કેસ ફાઇલ કર્યો હોવાની ખબર પડી હતી, જેના પગલે ડાહ્યાભાઈ વકીલની ઑફિસે જઈને વાત કરતાં તેમણે કેસ હજુ દાખલ કર્યો નથી પણ હવે કરીશું, તેવું જણાવ્યું હતું. ડાહ્યાભાઈએ 2 વર્ષથી જુઠ્ઠાણું ચલાવતા હોવાનું કહીને ફીની રકમ પરત માગતાં વકીલે ચેક લખી આપ્યો હતો, પરંતુ તે પણ પરત થતાં ચેક રિટર્નની ફરિયાદ કરી છે.

પોલીસે ફરિયાદ નોંધવા 2 વર્ષ ધક્કા ખવડાવ્યા

ડાહ્યાભાઈ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા વટવા પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં પોલીસે જણાવ્યું હતું કે ડીલ નક્કી તમારા ઘરે થઈ હોવાથી ગાંધીનગર પોલીસને ફરિયાદ કરવી પડશે. જ્યારે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં જણાવ્યું હતું કે પૈસાની લેતીદેતી વકીલની વટવા ઑફિસે થઈ હોવાથી ત્યાં ફરિયાદ લખાવવી પડશે. ડાહ્યાભાઈ રીતે 2 વર્ષથી પોલીસ ફરિયાદ કરવા દોડી રહ્યા છે, પણ પોલીસ તેમની સાથે ખો-ખો રમી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો