તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બેંકના કેશિયરના લમણે રમકડાની ગન તાકીને બોલ્યો,‘કેશ દે દો, કેશ દે દો’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકના કેશિયરના લમણે રમકડાની ગન તાકીને બોલ્યો,‘કેશ દે દો, કેશ દે દો’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસબીઆઈ બેંકના કેશિયર નટવર પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, સોમવારે બપોરે સવા ચાર વાગે જીન્સનું પેન્ટ તેમજ ટીશર્ટ પહેરેલો યુવક મોઢા પર માસ્ક અને હાથમાં કાળા કલરનો થેલો લઈ કેશ કાઉન્ટરના પાછળના ભાગે આવી પહોચ્યો હતો. યુવકે કાળા કલરની પિસ્તોલ જેવું હથિયાર મારા લમણા પર મૂકી દીધું હતું. યુવકે પોતાના પાસે રહેલો થેલો બતાવી હિન્દીમાં ‘કેશ દે દો કેશ દે દો’ જણાવી મારા ટેબલ પાસે નીચે બેસી ગયો હતો. કેશિયર ટેબલ પાસે નોટોના બંડલો બનાવી રહેલા પટાવાળા ચંદ્રકાંન્ત વાઘેલાને યુવકે પિસ્તોલ બતાવી ‘થેલેમે કેશ રખ દે’ જણાવ્યું હતું. દરમિયાન પટાવાળાએ બુમાબુમ કરતા બેંકમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ મદદમાં દોડી આવી યુવકના હાથમાંથી પીસ્ટલ જેવુ હથિયાર છીનવી લઈ તેને દબોચી લીધો હતો. કર્મચારીઓએ પિસ્તોલ જોતા તેના પર મેઈડ ઈન ચાઈના લખેલું હતું. તેમજ પિસ્તોલ સિગારેટ સળગાવનારું લાઈટર નીકળ્યું હતું. કેશિયરે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ બેંકમાં પહોચી જઈ કમલેશ શર્મા રહે. નિકોલની ધરપકડ કરી હતી.

આરોપીએ દારૂ પીધો હતો

^બેંકમાંલૂંટના ઈરાદે ઘુસેલો કમલેશ દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કમલેશ કામધંધો મળતો હોવાથી બેકાર છે. હાલ પોલીસ દ્વારા આરોપીનો લૂંટનો ઈરાદો કેમ કર્યો હતો, તે અંગે જાણવા તેની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યાં છે. > સી.બી.ગામીત,પીઆઈ, નિકોલ

મોંઢે બુકાની બાંધી લૂંટ કરવા આવેલો યુવક સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો.

પટાવાળાએ ગન નકલી હોવાનું પારખી લેતા હિન્દી ભાષી યુવકને પકડી લેવાયો

નિકોલ શુકન ચાર રસ્તાની એસબીઆઈ બ્રાન્ચમાં સોમવારની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો