તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિવિલમાં રેસિ. ડોક્ટરોએ ગેરકાયદે AC ગોઠવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલમાં રેસિ. ડોક્ટરોએ ગેરકાયદે AC ગોઠવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવિલકેમ્પસમાં આવેલી પીજી હોસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ ડોક્ટરોને રૂમમાં માત્ર પંખો અને ટ્યૂબ લાઇટનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. તેમ છતાં પીજી હોસ્ટેલનાં વિવિધ રૂમોમાં રેસિડેન્ટ ડોક્ટરોએ ગેરકાયદે એસી લગાવી દેવાયા છે. 12થી 15 કલાક ચાલુ રહેતા એસીનું બિલ રેસિડેન્ટ ડોક્ટરોને નહિ પણ બીજે મેડિકલ કોલેજને ચૂકવવું પડતું હોવાથી નાગરિક અને સરકારનાં નાણાંનો વ્યય થાય છે.

પીજી હોસ્ટેલમાં અંદાજે 100થી વધુ રૂમ આવેલાં છે, જ્યાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કરતાં અને સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં ડોક્ટરોને રહેવાની સુવિધા આપવામાં આવી છે. જૂના પીજી હોસ્ટેલનું લાઇટ બિલ સિવિલ હોસ્પિટલતંત્ર દ્વારા ભરાતું હતું. પરંતુ, ત્યારે પણ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ગેરકાયદે એસીનાં ઉપયોગથી સિવિલને મહિને રૂ. 1.50થી બે લાખ વધુ ચૂકવવા પડે છે.

સૂત્રોનાં જણાવ્યાં મુજબ, નવાં બિલ્ડિંગમાં આવેલાં 100માંથી 50થી વધુ રૂમોમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા સ્વખર્ચે ખરીદીને એર કન્ડિશનર લગાવ્યાં છે. એસીનું બિલ રેસિડેન્ટ ડોક્ટરોને ભરવાનું હોવાથી તેઓ રૂમમાં હોય ત્યારે અને રૂમમાંથી બહાર જાય ત્યારે પણ એસી ચાલુ રાખીને જાય છે.

પીજી હોસ્ટેલ સાથે સંકળાયેલાં એક અધિકારીએ નામ લખવાની શરતે જણાવ્યું હતું કે, વાત સાચી છે કે, રેસિડેન્ટ ડોક્ટરોને રૂમમાં માત્ર પંખા અને ટ્યૂબ લાઇટની વ્યવસ્થા અપાઇ છે. છતાં તેઓ પોતાનાં ખર્ચે એસી લાવીને ગેરકાયદે રીતે ચલાવે છે. બીજેના ડીન ડો. ભરત શાહનો સંપર્ક કરતાં તેઓ ઉપલબ્ધ હતા.

પીજી હોસ્ટેલના 50થી વધુ રૂમમાં AC ધમધમે છે, મહિને બે લાખનું બિલ સિવિલના માથે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો