તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • CCTV છતાં વર્ગનિરીક્ષકના ટેબલ પર કાપલીઓ!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTV છતાં વર્ગનિરીક્ષકના ટેબલ પર કાપલીઓ!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધો 12 સાયન્સ મેથ્સનંુ પેપર લેન્ધી, 10 માર્કસનું છૂટી ગયું

બોર્ડની પરીક્ષામાં સ્કૂલના દરવાજા પાસે પશ્ચયાતાપ પેટી મૂકાઈ છે. પરંતુ મોટાભાગની પશ્ચયાતાપ પેટીઓ ખાલી જોવા મળી હતી. બીજીતરફ રાજ્યના તમામ કેન્દ્રોમાં સીસીટીવી હોવા છતાં સોમવારના રોજ ધો.10 ગણિતના પેપરમાં ખેડા,પંચમહાલ,ગોધરા,મહીસાગર અને સુરેન્દ્રનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં કેટલાક કેન્દ્રોમાં વર્ગનિરીક્ષકના ટેબલ પર કાપલીઓ જોવા મળી હતી. સુત્રો કહે છેકે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ લે ત્યારે વર્ગખંડની અંદર વર્ગનિરીક્ષકો પણ ચકાસણી કરે છે. જેમાં કાપલીઓ મળી આવે તો તેને લઇને ટેબર પર રાખી મુકતા હતાં.

વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાય તો પણ કાપલીઓ લઇને વર્ગનિરીક્ષક પોતાના ટેબલ પર રાખતા હોવાનું જાણવા મળ્યું છે. એટલેકે ઉક્ત જિલ્લાઓમાં સીસીટીવી હોવા છતાં ચોરીઓ થતી હોવાનું પણ મનાય છે. સુત્રો કહે છેકે બોર્ડની છેલ્લી પાંચ પરીક્ષાઓમાં 40થી વધુ કોપી કેસ નોંધાયા છે. જેમાં મોટાભાગના કોપી કેસ સુરેન્દ્રનગર સહિત ઉક્ત જિલ્લાઓમાં નોંધાયા છે. ડમી વિદ્યાર્થી પણ મહીસાગરમાંથી પકડાયો છે.

બોર્ડની પરીક્ષામાં સોમવારે કુલ 19 કોપીકેસ નોંધાયા હતાં. ધો.10માં અમદાવાદ એક,ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ-2,સુરેન્દ્રનગર 1, સાયન્સમાં અમરેલી, આણંદમાં એક-એક, બનાસકાંઠા 7, જુનાગઢ એક, પાટણ 3 અને રાજકોટમાં એક કોપી કેસ નોંધાયો છે. તમામ પરીક્ષામાં અંદાજે 31 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

રાજ્યમાં સોમવારે 19 કોપી કેસ નોંધાયા

કાપલીઓ ફાડીને ફેંકી દેવા અથવા પ્રાયશ્ચિત પેટીમાં નાખી દેવાને બદલે નિરીક્ષકના ટેબલ પર જોવા મળતા અનેક સવાલો

ખેડા,પંચમહાલ,ગોધરા,મહીસાગર અને સુરેન્દ્રનગર સહિતનાં જિલ્લાઓનાં સેન્ટરોમાં બેફામ ચોરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો