• Gujarati News
  • National
  • ‘ત્રણ તલાક’નો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ગુંજશે

‘ત્રણ તલાક’નો મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં ગુંજશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસ્લિમમહિલાઓને તીન તલાક શબ્દ બોલીને છૂટાછેડા આપવાની પ્રથા સામે મુસ્લિમ મહિલાઓમાં વિરોધ હોવાનો મુદ્દો ઉત્તરપ્રદેશમાં ભાજપે છેડયો હતો. મુદ્દાથી ફાયદો થયો હોવાનું ભાજપ માનતો હોવાથી ગુજરાત સરકાર વિધાનસભા સત્રના છેલ્લા દિવસે તલાકનો મુદ્દે પ્રસ્તાવ લાવશે.

રાજય સરકાર દ્વારા વિધાનસભાના છેલ્લા દિવસે અમદાવાદના ધારાસભ્ય જગરૂપસિંહ દ્વારા તીન તલાક જેવી પ્રથા દૂર કરવાની માગણી કરવામાં આવશે. મુસ્લિમ સ્ત્રીઓને તીન તલાક એમ ત્રણ વખત બોલીને છૂટાછેડા આપવાની પ્રથા છે. ઠરાવમાં એવી દલીલ કરાઇ છે કે તીન તલાક આપવાની પ્રથા સાથે ઇસ્લામ ધર્મ કે તેની વિચારસરણીને કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ જણાતો નથી. ઇસ્લામિક કાયદામાં કોઇપણ જગ્યાએ એવું સુચવવામાં નથી આવ્યું કે મુસ્લિમ પતિ અતાર્કિક કે ગેરવ્યાજબીરીતે તલાક આપવા માટે હક્કદાર છે. ઠરાવમાં કુરાન ગ્રંથને ટાંકીને તીન તલાક પ્રથા સ્ત્રીઓ સાથે અન્યાય કરતી હોવાનું સૂચવવામાં આવ્યુંં છે. એકંદરે તીન તલાકનો મુદ્દો પણ ગુજરાતની ચૂંટણી પહેલા છેડીને ભાજપ ચૂંટણીલક્ષી વાતાવરણ બનાવવા માગતો હોવાનું સ્પષ્ટ થયું છે.

અન્ય સમાચારો પણ છે...