• Gujarati News
  • National
  • મુદ્દો પૂર્ણ થઇ ગયો છે : સરકારની HCમાં રજૂઆત

મુદ્દો પૂર્ણ થઇ ગયો છે : સરકારની HCમાં રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂક કરી છે

નલિયા પીડિતાની અન્ય એજન્સીને તપાસ સોંપવાની માગ કરતી અરજી અયોગ્ય: સરકાર

નલિયામાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ એવી રજૂઆત કરી હતી કે, કાંડની તપાસ કચ્છના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જેથી તેને યોગ્ય તપાસ થાય તેવી ભીતિ વ્યક્ત કરાઇ હતી. તે ઉપરાંત નિષ્પક્ષ તપાસ માટે સીઆઇડી ક્રાઇમ અથવા તો અન્ય કોઇ સ્વતંત્ર એજન્સી મારફતે તપાસ કરાવવા તેમણે માગ કરી હતી.

દરમિયાન રાજ્ય સરકારે ગુરુવારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરી જણાવ્યું હતું કે, કેસમાં તપાસ સંતોષકારક રીતે આગળ વધી રહી છે. કેસની તપાસ માટે એક નિવૃત્ત જજની પણ નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે હવે રિટનો નિકાલ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...