• Gujarati News
  • National
  • રાજ્યમાં કેન્દ્રની મદદથી 9763 મકાન બન્યા: નથવાણી

રાજ્યમાં કેન્દ્રની મદદથી 9763 મકાન બન્યા: નથવાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકીકૃતઆવાસ તથા ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યક્રમ (આઇએચએસડીપી) અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કેન્દ્ર સરકારની રૂપિયા 62.5 કરોડની સહાયથી કુલ 9,763 મકાનોનું નિર્માણ કરાયું છે. કેન્દ્રીય આવાસ તથા શહેરી ગરીબી ઉન્મૂલન રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીતસિંહે માર્ચ 30,2017ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપી હતી.

મંત્રીના નિવેદન અનુસાર કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યના 19 જિલ્લાનમાં 39 આવાસ યોજાનાઓને સ્વીકૃતિ આપી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના આણંદ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ 4-4 આવાસ યોજાનાઓને મંજૂરી આપી છે.

નથવાણી કેન્દ્ર સરકાર દ્વારા આઇએચએસડીપી યોજનાના અમલીકરણમાં થયેલી પ્રગતિ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ફાળવવામાં આવેલી ધનરાશિ તૈયાર કરવામાં આવેલા આવાસોની સંખ્યા વગેરે અંગે જાણવા માંગતા હતાં.

અન્ય સમાચારો પણ છે...