• Gujarati News
  • National
  • ચેટીચંડ યાત્રામાં પવિત્ર જ્યોત બુઝાવી દેવાનો DCP સામે આક્ષેપ

ચેટીચંડ યાત્રામાં પવિત્ર જ્યોત બુઝાવી દેવાનો DCP સામે આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુબેરનગરમાંબુધવારે રાતે ચેટીચંડ નિમિત્તે ઝૂલેલાલની શોભાયાત્રા દરમિયાન ડીસીપી ઝોન-4 પરીક્ષિતા રાઠોડે લારીને ધક્કો મારતાં ઝૂલેલાલની જ્યોત બુઝાઈ જતાં સિંધી સમાજે હાંસોલ પોલીસ ચોકીનો ઘેરાવ કરી ડીસીપી સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું. ડીસીપી રાઠોડે શોભાયાત્રામાં ઝૂલેલાલની જ્યોતની લારીને ધક્કો મારવાની વાતને રદિયો આપ્યો છે. શોભાયાત્રા સમય કરતાં મોડી ચાલી રહી હોવાથી તેને ઝડપથી પૂરી કરાવવા માટે પોલીસે પ્રયાસ કર્યો હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.

ચેટીચંડના સંયોજક બલરામ થાવાણીએ આક્ષેપ કર્યો છે કે, ઝૂલેલાલની જ્યોત સાંઈબાબા મંદિરે પહોંચી ત્યારે રાત્રે 8:45 વાગ્યા હતા. શોભાયાત્રા 15 મિનિટમાં સંપન્ન થવાની હતી. શોભાયાત્રા સાંઈબાબા મંદિરે પહોંચી ત્યારે ડીસીપી પરીક્ષિતા રાઠોડે ઝૂલેલાલની જ્યોત જે લારીમાં હતી, તેને ધક્કો માર્યો હતો. કારણે જ્યોત બુઝાઈ ગઈ અને દીવો જમીન પર પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...