• Gujarati News
  • National
  • હયાત, કેમ્બે સહિત 9 હોટેલ પર દરોડા, ફૂડ સેમ્પલ લેવાયા, 65 કિલો સામગ્રીનો નાશ

હયાત, કેમ્બે સહિત 9 હોટેલ પર દરોડા, ફૂડ સેમ્પલ લેવાયા, 65 કિલો સામગ્રીનો નાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિ.હેલ્થ વિભાગની ફલાઈંગ સ્કવોડે ગુરુવારે શહેરની જાણીતી હોટલોમાં દરોડા પાડી ફુડ સેમ્પલ સહિતના નમૂના લીધા હતા. હોટલોમાં આશ્રમ રોડ પર આવેલી હયાત સહિત કેમ્બનો સમાવેશ થાય છે. લીધેલા નમૂના પૃથક્કરણ માટે મ્યુનિ.ની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અહીંથી કુલ 65 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે તેમજ તેમને નોટિસ આપી રૂા.6200 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ કહ્યું કે, પાંજરાપોળ ખાતેના શીવાલીક કોમ્પ્લેક્સમાં આવેલા સબ વે ફુડને બંધ કરાવી નોટિસ આપી છે.

હોટલનુ નામ સેમ્પલ

એલોફટહોટલ, SG હાઈવે ટોમેટો પ્યૂરી(કેનીન)

કેમ્બે ગ્રાન્ડ હોટલ, SGહાઈવે કયુલીનરી સોસ

મારૂતિનંદન કાઠીયાવાડી SGહાઈવે હળદર પાવડર

કોહીનુર પ્લાઝા, આશ્રમ રોડ કપાસીયા તેલ

યંકી સિઝલર્સ, SGહાઈવે ગ્રીન ચટણી

સ્ટાર હોટલ, આશ્રમ રોડ મીક્સ ફ્રુટ જામ

એશીયા કિચન, આશ્રમ રોડ મટન ગ્રેવી

હયાત રેજન્સી, આશ્રમ રોડ સ્પે.મલાઈ પનીર

સબ વે, પાંજરાપોળ લુપેટી

અહીંથી સેમ્પલો લેવાયા

અન્ય સમાચારો પણ છે...