• Gujarati News
  • National
  • ધો 12 કમ્પ્યૂટરના ટિ્વસ્ટેડ પ્રશ્નોથી વિદ્યાર્થીઓ મૂંઝાયા

ધો 12 કમ્પ્યૂટરના ટિ્વસ્ટેડ પ્રશ્નોથી વિદ્યાર્થીઓ મૂંઝાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ના ઉપક્રમે સોમવારે ધો 12 સામાન્ય પ્રવાહ કમ્પ્યૂટર વિષયની પરીક્ષા હતી.આ બન્ને પ્રશ્નપત્ર બોર્ડની પેપર સ્ટાઈલ મુજબનું હતું, ઉપરાંત તેમાં 15 ટકા પ્રશ્નો થોડાક કઠીન પૂછવામાં અાવ્યા હતા,આ ઉપરાંત કેટલાક પ્રશ્નો ટિ્વસ્ટ કરીને પૂછવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાયા હોવાનું વિષય નિષ્ણાત શિક્ષક તેજસ ભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે,‘પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો અને બોર્ડના જૂના પ્રશ્નો તૈયાર કરનાર વિદ્યાર્થીઓ બાજી મારી ગયા હતા. પદ્ધતિસરની મહેનત કરનારા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...