• Gujarati News
  • National
  • રિવરફ્રન્ટ પર પત્ની પર એસિડ ફેંકનાર પતિને 3 દિવસના રિમાન્ડ

રિવરફ્રન્ટ પર પત્ની પર એસિડ ફેંકનાર પતિને 3 દિવસના રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિવરફ્રન્ટપરથી પસાર થઇ રહેલી પરિણીતા પર 2 માર્ચે બપોરે એસિડ ફેંકનાર દિલ્હી ચકલા રહેતા પતિ મહેમદ ઇર્શાદની પોલીસે બે દિવસ પહેલાં ઘરપકડ કરી હતી. જેની પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ મળ્યા છે.

પોલીસના કહેવા પ્રમાણે મહેમદ ઇર્શાદ લોડિંગ રિક્ષા ચલાવે છે. જ્યારે બહેરામપુરા સંતોષનગરના છાપરામાં રહેતી 21 વર્ષીય પત્ની ઉલ્ફિનાના કહેવા પ્રમાણે તેનો પતિ મહેમદ પતિ બિલાલ મસ્જિદમાં અમીર સાહબ એટલે કે મૌલાના છે. પતિ-સાસરિયાએ ઉલ્ફિનાને અનેક વખત ત્રાસ આપ્યો હતો તથા તેના પતિએ તેને પોસ્ટથી 3 તલાક મોકલી દીધા બાદ ઉલ્ફિના પર એસિડ ફેંક્યો હતો. જેને ધ્યાનમાં લઇને પોલીસે ધડપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...