• Gujarati News
  • National
  • દુર્ષ્કમનાં આરોપીએ પાંચમા માળેથી કૂદી આપઘાત કર્યો

દુર્ષ્કમનાં આરોપીએ પાંચમા માળેથી કૂદી આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિકોલસ્થિત સુરભિ રેસિડન્સીના પાંચમા માળેથી સવારે 8 વાગ્યાના સુમારે એક વૃદ્ધે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં બાપુનગરના ગુ.હા.બોર્ડમાં રહેતો 62 વર્ષીય વિજય વિઠ્ઠલ ચૌધરી વિરુદ્ધ 2015માં બાપુનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. જે બાદ વૃદ્ધ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. દરમિયાન જામીન પર છૂટેલા વૃદ્ધે 27 માર્ચના રોજ વહેલી સવારે પોતાના ઘરેથી નીકળી 8 વાગે નિકોલના સુરભિ રેસિડન્સીના ટેરેસ પર પહોંચી નીચે ઝંપલાવી દીધું હતું. પોલીસે અગમ્ય કારણોસર વૃદ્ધે આપઘાત કર્યા હોવાની નોંધ કરી અકસ્માત મોત દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...