• Gujarati News
  • National
  • કોર્પોરેટરોના ફોન સાચવવા મ્યુનિ.માં 1.40 લાખનું લોકર

કોર્પોરેટરોના ફોન સાચવવા મ્યુનિ.માં 1.40 લાખનું લોકર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનની દર મહિને એક વાર સામાન્ય સભાની બેઠક મળે છે. બેઠકમાં 192 કાઉન્સિલરો હાજર હોય છે. ઉપરાંત સંખ્યાબંધ કાઉન્સિલરો ચર્ચામાં ભાગ લેવાના બદલે પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. જેના કારણે બોર્ડની ગરિમા જળવાતી નથી. ગત મહિને મળેલી બજેટ બોર્ડ બેઠકમાં મેયર ગૌતમ શાહે અંગે સરક્યુલર જારી કર્યો હતો અને બોર્ડ બેઠકમાં સભ્યોને મોબાઈલ લાવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. દરમિયાનમાં મોબાઈલ મૂકવા ક્યાં તે અંગે પ્રશ્ન સર્જાતા આખરે વહીવટીતંત્રએ મંગળવારે બોર્ડ બેઠક મળવાની ત્યારે પૂર્વે સોમવારે ભાજપ-કોંગ્રેસના કાર્યાલયમાં લોકર્સ મૂકી દીધા છે. જેમાં કોંગ્રેસના 70 કાઉન્સિલરો હોવાથી અહીં 2 લોકર, ભાજપ કાર્યાલયમાં 5 લોકર મુકાયા છે. પ્રત્યેક કાઉન્સિલરને મોબાઈલ માટે 12 હજાર ફાળવ્યા હતા અને હવે મોબાઈલ સાચવવા જે લોકર્સ લેવાયા છે તેની પાછળ 20 હજારનો ધુમાડો કરાશે.

ભાજપ માટે 5, કોંગ્રેસ માટે 2 લોકર્સ ખરીદાયા

પહેલા ફોન ખરીદવા 2.30 કરોડ આપ્યા

અન્ય સમાચારો પણ છે...