• Gujarati News
  • National
  • અમૂલ દૂધની થેલી પર કૂલિંગ ચાર્જ વસૂલતા વેપારીઓને ત્યાં દરોડા

અમૂલ દૂધની થેલી પર કૂલિંગ ચાર્જ વસૂલતા વેપારીઓને ત્યાં દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંતોલમાપ વિભાગે દૂધની થેલી સહિત ઠંડા પીણા પર કૂલિંગ ચાર્જ લેતા 50થી વધુ એકમો પર દરોડા પાડ્યા હતા. મુદ્દે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડીલરો, પાર્લરો તેમજ ડેરીઓ પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હોવાનું અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું.

ડેરી-પાર્લરના દુકાનદારો સવારે 8 વાગ્યા પછીથી દૂધની થેલી ઉપર રૂ. 1-2 જેટલો વધારાનો કુલિંગ ચાર્જ વસૂલતા હોવાની ગ્રાહકોએ વ્યાપક ફરિયાદો કરી છે. એક તરફથી દૂધના ભાવમાં થયેલો વધારો અને ...અનુસંધાન પાનાં નં.13



પાછું દૂધની થેલી પર વસૂલાતો વધારાનો કુલિંગ ચાર્જ ગ્રાહકોને ‘પડ્યા પર પાટું’ જેવા લાગ્યા છે. બીજી તરફ અલગથી કુલિંગ ચાર્જ વસૂલવા અમૂલ કંપનીએ વેપારીઓને ફરજ પાડી છે. એટલું નહીં, કૂલિંજ ચાર્જ વસૂલતા વેપારીઓને માલ આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સોઢીએ વધુમાં કહ્યું હતું કે ફરિયાદના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી કરાય છે. અમૂલની ખાસ ટીમ સ્થળ પર જઈને વેપારીને કુલિંગ ચાર્જ વસૂલવા પહેલી અને છેલ્લી વાર વોર્નિંગ આપે છે. પછી પણ કુલિંગ ચાર્જ વસૂલાતો હોય તો અમૂલના ડિલર કે પાર્લરની એજન્સી રદ કરી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં અમદાવાદના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને અંતિમ નોટિસ પણ આપી દેવાઈ છે. કંપનીની ટીમની સૂચના પછી પણ કુલિંગ ચાર્જ વસૂલવાનું ચાલુ રાખવામાં આવશે તો તેની એજન્સી રદ કરવા ઉપરાંત તેને દૂથની થેલીનો સપ્લાય બંધ કરવા સુધીનાં સખત પગલાં ભરાશે. એકમ રદ કરાશે તો તેની નજીકમાં નવા ડીલરો તેમજ ખાનગી ડેરીના ચાલકો અથવા કંપની પોતે કાઉન્ટર શરૂ કરી દેશે. જેથી કરીને સ્થાનિક લોકોને અવગડ પડે નહીં.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કુલિંગ ચાર્જ લેવાતો હોવાની લોકોની ફરિયાદને કંપની આવકારી રહી છે. ફરિયાદના સંદર્ભમાંં કાર્યવાહી પણ કરી રહી છે. જે વિસ્તારમાં વધારાનો કુલિંગ ચાર્જ લેવાતો હોય તે વિસ્તાર અને એકમના નામની સાથે ફરિયાદ કરવાની રહેશે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં કાર્યવાહી ચાલશે. અમૂલના ગ્રાહકોને અન્યાય નહીં થાય.

તોલમાપ વિભાગ દ્વારા દૂથની થેલી ઉપરાંત તમામ પ્રકારનાં ઠંડાં પીણાં પર લેવાતા કુલિંગ ચાર્જ સામે કાર્યવાહી કરી 50થી વધુ એકમોમાં તપાસ કરી હતી અને 11 એકમોને નોટિસ ફટકારી છે. એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જોકે તોલપામ વિભાગની કાર્યવાહી બાદ વિવિધ એકમો દ્વારા નિયમ વિરુદ્ધ કુલિંગ ચાર્જ લેવાઈ રહ્યો છે. ગાંધીનગર કંટ્રોલરની કચેરીએ પણ ગંભીર નોંધ લઈ સતત કાર્યવાહી ચાલુ રાખવા સ્થાનિક મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટને તાકીદ કરી છે.

કૂલિંગ ચાર્જ વસૂલનારાઓને માલ નહીં આપવાની અમૂલની ચીમકી

અન્ય સમાચારો પણ છે...