તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલી તમામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને યોગ્ય કાયદાકીય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલી તમામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને યોગ્ય કાયદાકીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલી તમામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને યોગ્ય કાયદાકીય તાલીમ આપવા માટે ચેરિટી કમિશનર દ્વારા સેમિનારનું આયોજન કરાયું છે. ચેરિટી કમિશનર વાય.એમ.શુક્લ દ્વારા તમામ નાયબ ચેરીટી કમિશનરને સૂચના અપાઈ છેકે, ટ્રસ્ટની નોંધણી બાદ ટ્રસ્ટીઓ કાયદાકીય જોગવાઇ અનુસાર ટ્રસ્ટનો વહીવટ ચાલે તે જોવું આવશ્યક છે. ટ્રસ્ટી દ્વારા કઇ કઇ જોગવાઇઓનું ધ્યાન રાખવું કઇ ફરજો નિભાવવાની છે વિગેરે બાબતે તેમને માહિતગાર કરવા આવશ્યક છે. તેને પરિણામે ટ્રસ્ટમાં નાણાંકીય ગેરરીતિ બાબતે ચેરિટી કમિશનર સમક્ષ ફરિયાદો આવે છે. ટ્રસ્ટીઓના થતાં ફેરફાર પણ યોગ્ય સમયે રજૂ થવા જોઇએ તે થતું નથી. તેમજ સમયસર ઓડિટ રિપોટ પણ રજૂ થવા જોઇએ જે થતાં નથી. જેથી સંયુક્ત ચેરિટી કમિશનરના અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટીઓ દ્વારા નિભાવવાની ફરજો અને કાયદાકીય જોગવાઇઓના પાલન સબંધી માહિતી આપવા યોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવે.

ચેરિટી કમિશનર હવે ટ્રસ્ટીઓને કાયદાકીય તાલીમ આપશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો