તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજ્યમાંથી 18,583 હાજીઓ હજયાત્રાએ જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાંથી 18,583 હાજીઓ હજયાત્રાએ જશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલુપુરખાતે આવેલા હજ હાઉસ ખાતે સોમવારે સવારે હજયાત્રાએ જનારા લોકોના ડ્રોનો અને હજ હાઉસના નવીનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી, ધારાસભ્ય ભૂષણ ભટ્ટ કોંગ્રેસમાંથી દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, વિશ્વના 1 કરોડ લોકો હજની યાત્રા કરવા માટે જાય છે. સાઉદી અરેબિયાની સરકારે ભારતના હાજીઓના ક્વોટામાં 30 હજાર જેટલો વધારો થયો છે.

ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુ કાશ્મીરમાંથી વર્ષે હાજીઓની સંખ્યા ઓછી થવાની સંભાવના છે. ત્યારે રાજ્ય હજ કમિટી દ્વારા જો હજુ વધુ પ્રયત્ન કરવામાં આવે તો તેનો ક્વોટા પણ ગુજરાતને મળી શકે તેમ છે. જો આમ થશે તો રાજ્યના 1500થી 2 હજાર જેટલા વધુ હાજીઓ હજયાત્રામાં સામેલ થઇ શકશે. હજ હાઉસનો ઉપયોગ ફક્ત હજ સિઝન દરમિયાન એટલે કે વર્ષમાં એક મહિનો થાય છે. માટે બાકીના 11 મહિના તેનો સદઉપયોગ થઇ શકે તે માટે હજ હાઉસ ખાતે જીપીએસીના કોચિંગ ક્લાસ વર્ગ 1 અને વર્ગ 2ની સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરવા માટે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો