તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લક્ષ્મીરથ ગાંઠિયા, જયહિંદ સ્વીટ્સ, સહિત 5 એકમને તોલમાપની નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્મીરથ ગાંઠિયા, જયહિંદ સ્વીટ્સ, સહિત 5 એકમને તોલમાપની નોટિસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંઠિયારથમાં સર્ટિફાઈડ હોય તેવો વજનકાંટો ઉપયોગમાં લેવાતો

ખાણીપીણીની ચીજોના બંધ પેકેજ પર એમઆરપી નહીં દર્શાવતા અને દૂધની થેલી પર કૂલિંગ ચાર્જ વસૂલતા એકમો સામે વ્યાપક ફરિયાદો થઈ હતી. સામે તોલમાપ વિભાગે કાર્યવાહી હાથધરી હતી. નહેરુનગર ખાતે આવેલા લક્ષ્મીરથ ગાંઠિયા એકમમાં વજનકાંટાને નિયમ મુજબ સર્ટિફાઇડ કરાવાયું નહતું. તેના ત્યાંથી 10 કિલો લોખંડની વસ્તુ મળી જે વજનમાં ઉપયોગમાં લેવાતી હતી.

પાંજરાપોળ ચાર રસ્તા શિવાલિક કોમ્પ્લેક્સમાં આવેલી જયહિંદ સ્વીટ્સની દુકાનમાં અખરોટ, બદામ અને પિસ્તાની ચીકીના બંધ પેકેજ પર એમઆરપી ઉપરાંત કસ્ટમરકેર નંબર કે ડેક્લેરેશન, નેટ વજન નહીં દર્શાવાતા નિયમના ભંગ બદલ કાયદેસરનો કેસ કરાયો હતો. આઝાદ સોસાયટી ખાતેના આઝાદ પ્રોવિઝન સ્ટોરમાં પણ કાજુ-બદામ-અખરોટના પેકેટમાં એમઆરપી દર્શાવાઇ હોવાથી નોટિસ અપાઇ હતી. સહજાનંદ કોલેજની પાછળ આવેલા દીપક જનરલ સ્ટોરમાં દૂધની થેલી પર એક રૂપિયો કૂલિંગ ચાર્જ લેવાતા તેની સામે અને આઇઆઇએમ રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં આવેલા ધનેશ જનરલ સ્ટોરમાં ખાખરાના પેકેટમાં પણ એમઆરપી નહીં દર્શાવવા બદલ કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો